રોહિત શર્માનો ન્યુ લુક જોઈને ફેન્સ થયા દિવાના! હિટમેને ઘટાડયો વજન, આ છે ક્રિકેટરનો સિક્રેટ ડાયટ પ્લાન
T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, અને હવે ODI કેપ્ટનશીપ પરથી દૂર થયા પછી, બધાની નજર રોહિત શર્મા પર છે. જો કે સંન્યાસ લીધા બાદથી જ રોહિત શર્મા ચર્ચામાં છે. લોકોએ રોહિત શર્માની ફિટનેસ પર પણ અનેક સવાલ ઉઠાવ્યા હતા. આ મામલો સોશિયલ મીડિયામાં પણ છવાઈ ચૂક્યો હતો ત્યારે ODI કેપ્ટનશીપ પરથી દૂર થયા પછી રોહિતે પહેલીવાર જાહેરમાં સામે આવ્યો હતો અને તેના સ્માર્ટ અને ડેશીંગ લુકથી બધા જ લોકો પ્રભાવિત થઈ ગયા હતા. ફોટોઝ પરથી જોઈ શકાય છે કે હિટમેને વેટલોસ કર્યો છે.
રોહિત શર્માને ODI ટીમના કેપ્ટનપદેથી હટાવ્યા બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રોહિતની પસંદગી થઈ હોવા છતાં, શુભમન ગિલ કેપ્ટનપદ સંભાળશે. તાજેતરમાં, રોહિત શર્મા તેની પત્ની સાથે એક કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. રોહિત એકદમ ફિટ દેખાઈ રહ્યો છે.
રોહિત શર્માએ ODI ટીમમાંથી બહાર કરાયેલા સંજુ સેમસન અને ટીમના નવા ઉપ-કપ્તાન શ્રેયસ ઐયરને મળ્યા. પ્રસંગ CEAT એવોર્ડ્સનો હતો, જ્યાં ઘણા અગ્રણી ભારતીય ક્રિકેટરો પણ હાજર હતા.
રોહિત નવા લુકમાં જોવા મળ્યો
સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં સંજુ સેમસન અને શ્રેયસ ઐયર રોહિત શર્માની નજીક વાત કરતા દેખાય છે. રોહિત આ દિવસોમાં નવા લુકમાં છે. હિટમેનએ આઠ થી 10 કિલો વજન પણ ઘટાડ્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તે સંપૂર્ણપણે નવા લુકમાં જોવા મળશે. તે શુભમન ગિલની કેપ્ટનશીપમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમશે.
રોહિત શર્મા ડાયેટ પ્લાન
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, રોહિત શર્મા સવારે 7 વાગ્યે ઉઠે છે અને 6 પલાળેલા બદામ, સ્પ્રાઉટ સલાડ અને જ્યુસ ખાય છે. ચાલો તેમના સંપૂર્ણ ડાયેટ પ્લાન પર એક નજર કરીએ:
- સવારે 7:00 વાગ્યે: 6 પલાળેલા બદામ, સ્પ્રાઉટ સલાડ, તાજો જ્યુસ
- સવારે 9:30 વાગ્યે (નાસ્તો): ફળો સાથે ઓટ્સ, એક ગ્લાસ દૂધ
- સવારે 11:30 વાગ્યે: દહીં, ચિલ્લા, નારિયેળ પાણી
- બપોરે 1:30 વાગ્યે (લંચ): શાકભાજીની કઢી, દાળ, ભાત, સલાડ
- બપોરે 4:30 વાગ્યે: ફળોની સ્મૂધી, સૂકા ફળો
- સાંજે 7:30 વાગ્યે (રાત્રિભોજન): પનીર, પુલાવ, વેજીટેબલ સૂપ સાથે શાકભાજી
- રાત્રે 9:30 વાગ્યે: એક ગ્લાસ દૂધ, મિક્સ બદામ
આ પણ વાંચો :દિલ્હી-કોલકાતા હાઇવે પર ચાર-ચાર દિવસથી ભયંકર ટ્રાફિક જામ : હજારો લોકો ફસાયા, 24 કલાકમાં માત્ર 5 કિલોમીટર કાપી શક્યા
રોહિતની કેપ્ટનશીપ પર વિવાદ
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતે આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. તે પહેલા, હિટમેન ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં ભારતને T20 વર્લ્ડ કપ જીત અપાવી હતી. પરિણામે, આ મોટા કેપ્ટનશિપ ફેરફારથી ઘણો વિવાદ થયો છે. બીસીસીઆઈના ટોચના અધિકારીઓ પણ આ મુદ્દે વિભાજિત દેખાય છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ રોહિતના સાઇડલાઇનિંગ પર નારાજગી વ્યક્ત કરી હતી.
