ફેમસ રેડિયો જૉકી સિમરનનું રહસ્યમય સંજોગોમાં મોત :ગુરુગ્રામમા ફ્લેટમાંથી લટકતી હાલતમાં લાશ મળી
ગુરુગ્રામમા તેના ફ્લેટમાંથી લટકતી હાલતમાં લાશ મળી આવી
ફેમસ આરજે સીમરનનું ગુરુગ્રામમાં ગુરુવારે અવસાન થયું હતું અને ભારે દેકારો બોલી ગયો હતો. તેમના મૃત્યુના સમાચાર મળતા જ સર્વત્ર ઉત્તેજનાનો માહોલ છવાયો હતો. માહિતી મળ્યા બાદ ગુરુગ્રામ પોલીસ તપાસમાં લાગી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેના 6 લાખથી વધુ ફોલોઅર્સ છે. અગાઉ તે પ્રખ્યાત રેડિયો જોકી રહી ચૂકી છે, જ્યારે હવે તે ફ્રીલાન્સર હોવાનું કહેવાય છે.

તેમના જ ફ્લેટમાં તેમનું અવસાન થયું હતું. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. તેનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. તે જમ્મુની રહેવાસી હતી. ગુરુગ્રામમાં અહીં એક મિત્ર સાથે રહેતી હતી, તેણે જ પોલીસને જાણ કરી હતી.
સેક્ટર 47માં તેના ફ્લેટમાંથી તેની લાશ મળી આવી હતી. પોલીસ તપાસ કરી રહી છે અને મોત પાછળનું કારણ શોધી રહી છે. આરજે સિમરન રેડિયોની દુનિયામાં જાણીતું નામ હતું. લોકો તેના અવાજના દિવાના હતા અને તેણે તેના ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહેતી હતી.