ઇસ્કોન બાંગ્લાદેશના જનરલ સેક્રેટરીનો ખુલાસો
ચિન્મય કૃષ્ણદાસ ઇસ્કોનના સભ્ય નથી: જો કે તેમની ચળવળને ટેકો
ઢાકા પોલીસે એરપોર્ટ પરથી જેમની ધરપકડ કરી હતી એ સાધુ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુ ઇસ્કોનના સભ્ય ન હોવાનો સતાવાર ખુલાસો બાંગ્લાદેશ ઇસ્કોનના જનરલ સેક્રેટરી ચારૂ ચંદ્ર દાસ બ્રહ્મચારીએ કર્યો હતો. જોકે હિન્દુઓ અને હિન્દુ ધર્મસ્થાનોની સુરક્ષા માટેની
ચેન્નઈ કૃષ્ણદાસ ની ચળવળને ઇસ્કોન નો ટેકો હોવાનું પણ તેમણે જાહેર કર્યું હતું.
ઇસ્કોન ની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ઇસ્કોન સંગઠનની શિસ્તનો ભંગ કરવા બદલ સાધુ ચિન્મય પ્રભુદાસ ને ઘણા સમય પહેલા ઇસ્કોન ની પ્રવૃત્તિઓમાંથી અને તમામ હોદાઓ પરથી દૂર કરી દેવાયા હતા. તેમણે જણાવ્યા અનુસાર ઘણા મહિના પહેલા પ્રવર્તક શ્રીકૃષ્ણ મંદિરના વડા લીલારાજ ગૌર દાસ અને શ્રી શ્રી કુંડરીક ધામ ચિંતાગોગના વડા ચિન્મય કૃષ્ણદાસ તેમ જ ગૌરાંગ દાસને સંગઠનના તમામ હોદાઓ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેમણે સાધુ ચિન્મય કૃષ્ણદાસ ની કોઈ પ્રવૃત્તિ સાથે ઇસ્કોન ને કાંઈ લાગતું વળગતું ન હોવાની સ્પષ્ટતા કરી હતી.
તેમણે કોર્ટ પરિસરમાં વકીલની થયેલી હત્યાના ઇસ્કોન ની કોઈ સંડોવણી ન હોવાનો દાવો કર્યો હતો. બાંગ્લાદેશના કેટલાક જૂથો એ ઘટનામાં ઇસ્કોનની સંડોવણી હોવાનો આક્ષેપ કરી પ્રતિબંધ મૂકવાની માંગણી કરી રહ્યા હોવાનો તેમના આક્ષેપ કર્યો હતો.
આ નિવેદન આપ્યા બાદ બીજા દિવસે તેમણે વધુ એક નિવેદન આપ્યું હતું અને સાધુ ચિન્મય કૃષ્ણદાસ થી ઇસ્કોને છેડો ફાડી નાખ્યો હોવાની વાતને અફવા ગણાવી હતી. તેમણે કહ્યું કે હિન્દુઓ અને હિન્દુ ધર્મસ્થાનોની સુરક્ષા માટે સાધુ ચિન્મય કૃષ્ણદાસ ની લડતને ઇસ્કોન પૂરેપૂરું સમર્થન આપે છે. બાંગ્લાદેશમાં સામાજિક અને ધાર્મિક સંવાદિતા જળવાઈ રહે તે માટેની તેમની લડતને ઇસ્કોનનો પૂરેપૂરો ટેકો હોવાનું તેમણે જણાવ્યું હતું.
નોંધનીય છે કે બાંગ્લાદેશની પોલીસે સાધુ ચિદમય કૃષ્ણદાસ પ્રભુ સામે દેશદ્રોહનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. તેમની જામીન અરજી ના મંજૂર થયા બાદ કોર્ટ પરિસરમાં તેમના ટેકેદરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. એ ઘર્ષણ દરમિયાન પબ્લિક પ્રોસિક્યુટર સૈફૂલ ઇસ્લામ આલિફની હત્યા થતા મામલો સ્ફોટક બની ગયો હતો. પોલીસે હત્યા મારામાં 33 લોકોની ધરપકડ કરી છે. આ ત્યાંના વિરોધમાં ચિતા કોંગના વકીલો બે દિવસ માટે હડતાલ ઉપર ઉતરી ગયા હતા. એક વકીલે ઇસ્કોન ઉપર પ્રતિબંધ મૂકવાની હાઈકોર્ટમાં માગણી કરી હતી. જોકે હાઈકોર્ટેએ માગણી ઠુકરાવી દીધી હતી અને બાંગ્લાદેશ સરકારે જ એ અંગે નિર્ણય લેશે તેવી ટિપ્પણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં ઇસ્કોનના 70 કરતાં વધારે મંદિરો છે અને બોડો અનુયાય વર્ગ ધરાવે છે. એપ ધાર્મિક સંગઠનને બાંગ્લાદેશના એટર્ની જનરલે અદાલતમાં સુનાવણી દરમિયાન કટરવાદી ધાર્મિક સંસ્થા ગણાવી હતી. તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી ના વિશ્વભરમાં ઘેરા પડઘા પડ્યા હતા.