ઇડીએ ફરી કોને મોકલ્યું સમન્સ ?
નાણા લઈને સંસદમાં સવાલ પૂછવા સહિતના આરોપો અને કેસ બારામાં ટીએમસીના નેતા મહુઆ મોઇત્રાની મુશ્કેલી વધી શકે છે. ઇડી દ્વારા મહુઆને ફરી બુધવારે સમન્સ મોકલાયું હતું અને એમની સાથે વ્યવહારમાં રહેલા એમના મિત્ર દર્શન હીરાનંદાનીને પણ સમન્સ મોકલાયું હતું.
ગુરુવારે એટલે કે આજે બંનેએ ઇડી સામે હાજર થવાનું છે અને અધિકારીઓ બંનેની પૂછપરછ કરશે. આ પહેલા પણ મહુઆને સમન્સ પાઠવાયું હતું અને ત્યારે મહુઆ હાજર થયા નહતા. હવે બંનેની એક સાથે અથવા અલગ અલગ પૂછતાછ થઈ શકે છે.
ઇડીના અધિકારીઓએ અનેક બાબતો પર ખુલાસો માંગ્યો હતો અને મહત્વની બાબતોના સવાલો પૂછવા માટે ઇડીએ બંનેને બોલાવ્યા છે. આ દરમિયાન કઈક નક્કર હકીકત સામે આવી શકવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.