T20 વર્લ્ડ કપની પહેલી મેચમાં જ મહિલા ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન : ન્યુઝીલેન્ડ 58 રનથી જીત્યું
ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ તેની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. આ મેચમાં ભારતીય ટીમનો 58 રને પરાજય થયો હતો ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમે શુક્રવારે અહીં મહિલા T20 વર્લ્ડ કપ ગ્રુપ Aની મેચમાં ભારતને 58 રનથી હરાવ્યું હતું. 161 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 102 રનમાં જ સમેટાઈ ગઈ હતી.
સ્કોરનો પીછો કરતી વખતે ભારતીય બેટ્સમેન શરૂઆતથી જ ઘણા દબાણમાં જોવા મળ્યા હતા. ન્યુઝીલેન્ડની બોલરોએ આનો સારો ફાયદો ઉઠાવ્યો હતો.. મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે હાર સાથે શરૂઆત કરી છે. આ જીત સાથે ન્યુઝીલેન્ડની મહિલા ટીમે મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં સતત હારનો સિલસિલો તોડી નાખ્યો છે. આ મેચ પહેલા ન્યુઝીલેન્ડ સતત 10 મેચ હારી ગયું હતું હવે ભારતીય ટીમ 6 ઓક્ટોબરે (રવિવારે) ગ્રુપ Aની પોતાની બીજી મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.
New Zealand win Match 4⃣ of the #T20WorldCup.#TeamIndia will aim to bounce back in the next game.
— BCCI Women (@BCCIWomen) October 4, 2024
Scorecard ▶️ https://t.co/XXH8OT5MsK#INDvNZ | #WomenInBlue pic.twitter.com/DmzOpOq87g
ડિવાઈને શાનદાર અડધી સદી ફટકારી હતી
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ચાર વિકેટે 160 રન બનાવ્યા હતા. કેપ્ટન સોફી ડિવાઈને 36 બોલમાં અણનમ 57 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા સામેલ હતા. ઓપનર જ્યોર્જિયા પ્લિમરે 34 રન અને સુઝી બેટ્સે 27 રનનું યોગદાન આપ્યું હતું. પ્લિમર અને બેટ્સ વચ્ચે પ્રથમ વિકેટ માટે 7.4 ઓવરમાં 67 રનની ભાગીદારી થઈ હતી. ભારત તરફથી રેણુકા સિંહે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. જ્યારે અરુંધતી રેડ્ડી અને આશા શોભનાને એક-એક સફળતા મળી.
લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી અને એક પણ મોટી ભાગીદારી કરી શકી નહીં. કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 15 રન બનાવ્યા. જ્યારે જેમિમાહ રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માએ 13-13 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી રોઝમેરી મેરે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે લી તાહુહુને ત્રણ અને એડન કાર્સનને બે સફળતા મળી હતી.
ભારતીય ટીમની પ્લેઈંગ-11: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અરુંધતિ રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, શ્રેયંકા પાટિલ, આશા શોભના, રેણુકા સિંહ.
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ-11: સુઝી બેટ્સ, જ્યોર્જિયા પ્લિમર, એમેલિયા કેર, સોફી ડેવાઈન (કેપ્ટન), બ્રુક હેલીડે, મેડી ગ્રીન, ઈસાબેલા ગેજ (વિકેટકીપર), જેસ કેર, રોઝમેરી મેર, લી તાહુહુ, એડન કાર્સન.