રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગ આગકાંડમાં આરોપી નક્કી કરવા માટે મંગાયું DGPનું માર્ગદર્શન
14 માર્ચે ધૂળેટી પર્વે શહેરના ૧૫૦ ફૂટ રોડ પર બિગબજાર સામે આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગની ‘સી’ વિંગના છઠ્ઠા માળે ભીષણ આગ ફાટી નીકળતાં ત્રણ યુવક ભુંજાઈ ગયા હતા. આ ઘટનાને બે મહિના પૂર્ણ થઈ જવા છતાં હજુ સુધી આગ શા માટે લાગી તેની ખરાઈ કરતો એફએસએલનો રિપોર્ટ તો આવ્યો જ નથી સાથે સાથે આ ઘટના પાછળ આખરે જવાબદાર કોણ તે નિષ્કર્ષ સુધી પણ પોલીસ પહોંચી શકી નથી. બીજી બાજુ આ ઘટનામાં આરોપી કોને અને કેવી રીતે બનાવવા તે અંગે રાજ્ય પોલીસવડા વિકાસ સહાયનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે ડીસીપી જગદીશ બાંગરવાને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે એટલાન્ટિસ બિલ્ડિંગમાં 43 ફ્લેટધારકો છે પરંતુ જ્યારથી બિલ્ડિંગ બન્યું ત્યારથી લઈ આજ સુધી એસોસિએશનની રચના જ કરવામાં આવી નથી. આ સ્થિતિમાં જો આરોપી બનાવવાના થાય તો તમામ ફ્લેટધારકોને બનાવવા પડે એટલા માટે જ ડીજીપીનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે બિલ્ડિંગમાં અત્યારે પ્રમુખ, ખજાનચી સહિતના હોદ્દા આપી દેવામાં આવ્યા છે પરંતુ સત્તાવાર રીતે લેખિતમાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. અત્યારે પ્રમુખ-ખજાનચી સહિતના હોદ્દાની જવાબદારી મૌખિક રીતે જે-તે વ્યક્તિને આપી દેવામાં આવી હોવાથી તેમના દ્વારા દરેક પ્રકારની મેઈન્ટેનન્સની ઉઘરાણી સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. એસોસિએશન ન રચાયું હોય તો તેની નોટિસ મહાપાલિકા આપી શકે છે. બીજી બાજુ ફાયર એનઓસી, સાધનો સહિતનું ઉપલબ્ધ ન હોવાથી તે જોવાની જવાબદારી પણ મહાપાલિકાની જ રહે છે.
એકંદરે પોલીસ દ્વારા હજુ સુધી આ ઘટનામાં કોઈ આરોપી નક્કી થઈ શકતાં ન હોવાથી શું એક સાથે તમામ ફ્લેટધારકોને આરોપી બનાવવા કે નહીં તે અંગેની જાણ ડીજીપીને કરી તેમની પાસેથી માર્ગદર્શન લેવામાં આવ્યું છે.
નથી. આ સ્થિતિમાં જો આરોપી બનાવવાના થાય તો
તમામ ફ્લેટધારકોને બનાવવા પડે એટલા માટે જ ડીજીપીનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે બિલ્ડિંગમાં અત્યારે પ્રમુખ, ખજાનચી સહિતના હોદ્દા આપી દેવામાં આવ્યા છે પરંતુ સત્તાવાર રીતે લેખિતમાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. અત્યારે પ્રમુખ-ખજાનચી સહિતના હોદ્દાની જવાબદારી મૌખિક રીતે જે-તે વ્યક્તિને આપી દેવામાં આવી હોવાથી તેમના દ્વારા દરેક પ્રકારની મેઈન્ટેનન્સની ઉઘરાણી સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. એસોસિએશન ન રચાયું હોય તો તેની નોટિસ મહાપાલિકા આપી શકે છે. બીજી બાજુ ફાયર એનઓસી, સાધનો સહિતનું ઉપલબ્ધ ન હોવાથી તે જોવાની જવાબદારી પણ મહાપાલિકાની જ રહે છે.
એકંદરે પોલીસ દ્વારા હજુ સુધી આ ઘટનામાં કોઈ આરોપી નક્કી થઈ શકતાં ન હોવાથી શું એક સાથે તમામ ફ્લેટધારકોને આરોપી બનાવવા કે નહીં તે અંગેની જાણ ડીજીપીને કરી તેમની પાસેથી માર્ગદર્શન લેવામાં આવ્યું છે.
…તો પછી આ રીતે બધા એસોસિયેશન વિખેરાઇ જશે!
પોલીસ દ્વારા એટલાન્ટિસ બિલ્ડિંગમાં પ્રમુખ, ખજાનચી સહિતની સત્તાવાર નિમણૂક સાથેનું એસોસિએશન રચવામાં આવ્યું ન હોવાથી જવાબદારી નક્કી થઈ રહી નથી તેવો જવાબ આપવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટમાં એટલાન્ટિસ જેવા અનેક બિલ્ડિંગ આવેલા છે જ્યાં એસોસિએશન કાર્યરત છે ત્યારે પોલીસના આ પ્રકારના વલણથી તેમને પણ પોતાનું એસોસિએશન વિખેરી નાખવાનું પ્રોત્સાહન મળી શકે છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના અન્ય કોઈ બિલ્ડિંગમાં બને તો પોતાની જવાબદારી ફિકસ ન થાય તે માટે એસો. રાખવાનું કોઈ જ હિતાવહ નહીં ગણે તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.