Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સોફ્ટવેરના ઉપયોગથી દેશભરમાં મતદાર યાદીમાં ગોલમાલ કરવાનું ષડયંત્ર : રાહુલ ગાંધીએ વોટ-ચોરીના પુરાવા કર્યા રજૂ

Thu, September 18 2025

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીમાં પત્રકાર પરિષદ કરી દેશભરમાં સોફ્ટવેરના ઉપયોગથી કોંગ્રેસ અને વિપક્ષના લાખો મતદારોના નામ મતદાર યાદી માંથી ગાયબ કરી નાખવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલતું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે પત્રકાર પરિષદમાં પાવર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. રાહુલ ગાંધીએ

કર્ણાટકની એક વિધાનસભા બેઠકનું ઉદાહરણ આપ્યું હતું જેમાં ઓછામાં ઓછા 6000 નામ રદ કરી નાખવામાં આવ્યા હતા. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ્વરને લોકશાહીની હત્યા કરનારા રક્ષક ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ આ અગાઉ વોટ ચોરી મુદ્દે “પરમાણુ બોમ્બ ” જેવો ઘટસ્ફોટ કરવાની જાહેરાત કરી હતી. જો કે આ પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે પરમાણુ બોમ્બ ફોડવાનો હજુ બાકી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશભરમાં કોંગ્રેસ અને વિપક્ષના મતદારોના નામ મતદાર યાદીમાંથી વ્યવસ્થિત રીતે ગાયબ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ સામાન્ય માનવીય ભૂલ નહીં પરંતુ સેન્ટ્રલાઈઝ્ડ ઓપરેશન છે. આ પ્રક્રિયા સોફ્ટવેર દ્વારા થઈ રહી છે અને તેમાં ફેક લોગિન તેમજ અજાણ્યા મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી નામ ડીલીટ કરવાના ફોર્મ ભરવામાં આવે છે.

તેમણે  કર્ણાટકની અલંદ બેઠકનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે ત્યાં 6,018 નામ ડિલીટ કરવાનો પ્રયાસ થયો હતો. એક બૂથ લેવલ અધિકારીએ પોતાના કાકાનું નામ ડિલીટ થયેલું જોયું અને તપાસ કરતાં ખુલ્યું કે તેના પડોશીએ ફોર્મ ભર્યું હતું, પરંતુ પડોશીને તેની ખબર જ નહોતી. રાહુલે ઉમેર્યું કે ન તો જેમણે નામ ડિલીટ કર્યું તેમને ખબર હતી, ન તો જેમનું નામ ડિલીટ થયું તેમને ખબર હતી.

ગાંધીએ આરોપ કર્યો કે દેશભરમાં કોંગ્રેસના ગઢોને નિશાન બનાવીને લાખો મતદારોના નામો ગાયબ કરાયા છે. 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે જીતેલા ટોચના 10 બૂથોમાંથી 8 બૂથોમાં જ સૌથી વધુ નામ ડિલીટ કરાયા હતા. તેમણે આ આયોજનબદ્ધ ઓપરેશન હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો : શું તમારે પણ નવરાત્રી પર બનાવવી છે AI ઇમેજ : ગરબા લુકથી લઈને દુર્ગા પૂજા સુધી Google Gemini પર આ 9 પ્રોમ્પ્ટ્સ લખી બનાવો આકર્ષક ફોટો

પત્રકાર પરિષદમાં તેમણે કેટલાક લોકોને પણ બોલાવ્યા, જેઓના ફોન નંબરોના ઉપયોગથી મતદારોના નામ ડિલીટ કરાયા હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આ લોકોએ જણાવ્યું કે તેમને આ અંગે કઈ જ ખબર નહોતી. ગાંધીએ કહ્યું કે ક્યાંક મતદારો ઉમેરાય છે, ક્યાંક ડિલીટ થાય છે, પરંતુ પદ્ધતિ એકસરખી છે જેમાં ફોન નંબરોનો ગેરકાયદે ઉપયોગ કરીને ગોટાળો કરાય છે.

મુખ્ય ચૂંટણી કમિશનર લોકશાહીની હત્યા કરનારાઓના રક્ષક

રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનરને લોકશાહીની હત્યા કરનારાઓના રક્ષક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટક CID એ છેલ્લા 18 મહિનામાં ચૂંટણી પંચને 18 પત્ર લખીને, કયા IP પરથી નામ ડીલીટ કરવાના ફોર્મ ભરાયા, કયા નંબર પર OTP ગયા વગેરે અંગે પત્ર લખી સઘન માહિતી માગી છે. પરંતુ  જ્ઞાનેશ કુમાર આ માહિતી આપતા નથી, કારણ કે એથી આખું નેટવર્ક પકડાઈ જશે. તેમણે ઉમેર્યું કે આ પુરાવો છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આ ગોટાળાને બચાવી રહ્યા છે. ગાંધીએ ચેતવણી આપી કે ચૂંટણી પંચે આ ડેટા એક અઠવાડિયામાં જાહેર કરવો જોઈએ. નહીંતર સાબિત થઈ જશે કે જ્ઞાનેશ કુમાર લોકશાહીના હત્યારાઓના રક્ષક છે.

આ પણ વાંચો : માતા ગરીબ હોય તો તેને બાળકની કસ્ટડીનો ઇનકાર થઈ શકે નહી : જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટનું ફરમાન, બાળકની સુખાકારી-ક્લ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ

ચૂંટણી પંચે આક્ષેપો ફગાવ્યા

રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ બાદ પ્રતિક્રિયા આપતા ચૂંટણી પંચે  આ આક્ષેપોને ખોટા અને આધારિત જણાવ્યા હતા. પંચ સ્પષ્ટ કર્યું કે જનતા દ્વારા ઓનલાઈન મતદારોનું નામ હટાવી શકાય નહીં. એ જ રીતે અસરગ્રસ્ત વ્યક્તિને સુનાવણીની તક આપ્યા વિના કોઈ નામ હટાવી શકાય નહીં. જોકે, પંચે સ્વીકાર્યું  કે કર્ણાટકના આલંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોના નામ હટાવવાના કેટલાક અસફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા, અને આ મામલે તપાસ માટે ચૂંટણી પંચ દ્વારા જ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાનું નિરાશાજનક પ્રદર્શન : મેડલની દોડમાંથી બહાર, સચિન યાદવ માત્ર 40 સેન્ટિમીટરથી મેડલ ચૂક્યો

Next

શું તમારે પણ નવરાત્રી પર બનાવવી છે AI ઇમેજ : ગરબા લુકથી લઈને દુર્ગા પૂજા સુધી Google Gemini પર આ 9 પ્રોમ્પ્ટ્સ લખી બનાવો આકર્ષક ફોટો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ICC ODI Rankings: કિંગ કોહલીએ ગુમાવ્યો નંબર 1નો તાજ! ન્યુઝીલેન્ડનો ડેરિલ મીચેલ વન-ડે રેન્કીંગમાં નંબર વન બન્યો
8 કલાક પહેલા
અહાન શેટ્ટીએ કમાણીમાં પિતા સુનિલ શેટ્ટીનો રેકોર્ડ તોડ્યો: ‘બોર્ડર’ માટે સુનિલને મળ્યા’તા લાખો રૂપિયા, દીકરાએ કરોડો રૂપિયા વસૂલ્યા
9 કલાક પહેલા
અહો આશ્ચર્યમ! બિગ બીના ઘરમાં ગોલ્ડન ટોયલેટ: એક્ટર વિજય વર્માએ સેલ્ફી સાથે શેર કરી વર્ષ 2016ની જૂની યાદ તાજી કરી
9 કલાક પહેલા
બજેટમાં સુરક્ષા માટે સીધો 20%નો વધારો થઈ શકે છે: સ્પેશ્યલ ઇકોનોમીક ઝોનના નિયમોમાં પણ થઈ શકે છે મોટા ફેરફાર
9 કલાક પહેલા
Categories

નેશનલ

2802 Posts

Related Posts

ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો! દિલ્હી-રાજસ્થાનમાં લોકો થથર્યા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં આવે !! પૂર્વ PCB ચીફનું મોટું નિવેદન
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના કયા કારણો હતા જવાબદાર? પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
ગુજરાત
7 મહિના પહેલા
ગૌતમ અદાણી કે સાગર અદાણી સામે લાંચનો કોઈ આરોપ નથી : અદાણીના વકીલનો દાવો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર