ડીજીપીના આદેશ બાદ સળંગ ત્રીજા દિવસે રાજકોટ પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ગુનેગારોની ગેરકાયદેસર મિલકત તેમજ વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા રાજીવનગરમાં હિસ્ટ્રિશીટર તેમજ પરપ્રાંતીયોની ઓરડીનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. અહીં મોટાપાયે પરપ્રાંતીયો રહેતાં હોય તેમના દ્વારા કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ તો કરવામાં આવી રહી નથી ને તેની તપાસ કરવામાં આવી હતી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રૈયાધાર મફતિયાપરામાં દેશી-વિદેશી દારૂના વેચાણ સાથે સંડોવાયેલા બૂટલેગરના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં ડીસીબી પીએસઆઈ એમ.કે.મોવલિયા, એ.એન.પરમાર ઉપરાંત સંજય ખાખરિયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.