ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ ભારત-આફ્રિકા વચ્ચે રમાશે !! દિગ્ગજ એબી ડિવિલિયર્સે ભાખ્યું ભવિષ્ય
ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઈનલમાં ભારત, આફ્રિકા, ઑસ્ટે્રલિયા અને ન્યુઝીલેન્ડ પહોંચ્યું છે. આજે ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે અને કાલે આફ્રિકા-ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ રમાશે. આ બધાની વચ્ચે આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સે ભવિષ્ય ભાખ્યું છે કે ભારત-આફ્રિકા વચ્ચે જ ફાઈનલ મુકાબલો રમાશે ! ડિવિલિયર્સે કહ્યુંકે મારો અંતરાત્મા કહે છે કે ભારત-આફ્રિકા ટી-૨૦ વર્લ્ડકપની જેમ ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં પણ આમને-સામને હશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત મેળવ્યા બાદ આફ્રિકાનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો છે.
આફ્રિકાનો માર્કો યાન્સેન શાનદાર ફોર્મમાં છે. ક્લાસેન, રાસી વૈન ડેર ડુસેન, કેશવ મહારાજ પણ ઉમદા પ્રદર્શન કરી રહ્યા છે એટલા માટે ન્યુઝીલેન્ડ સામે આફ્રિકી ટીમ ભારે પડી શકે છે. જો કે જ્યારે આઈસીસી ટ્રોફીની વાત આવે ત્યારે ન્યુઝીલેન્ડ અને ઑસ્ટે્રલિયાને પણ ભૂલી ન શકાય કેમ કે આ બન્ને પણ ઘણી શક્તિશાળી ટીમ છે.