કોલકત્તાકાંડ : સીબીઆઈએ કેટલા લોકોના પોલિગ્રાફી ટેસ્ટ કર્યા ? જુઓ
કોલકાતાની આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મુખ્ય આરોપી સંજય રોયનો પોલિગ્રાફ ટેસ્ટ સીબીઆઇ દ્વારા શનિવારે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સંજયની સાથે અન્ય 6 લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આમાં હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પણ સામેલ હતા. સીબીઆઈએ તેમને કુલ 25 પ્રશ્નો પૂછ્યા હતા. શનિવારે એવા અહેવાલો પણ બહાર આવ્યા હતા કે સીબીઆઇ ગમે ત્યારે સંદીપ ઘોષની ધરપકડ કરી શકે છે. શનિવારે સીબીઆઈએ કૂલ 7 લોકોના પોલિગ્રાફી ટેસ્ટ કર્યા હતા.
કોનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો
આ ટેસ્ટ હાલમાં હત્યાના મુખ્ય આરોપી સંજય રોય અને કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને અન્ય પાંચ લોકો પર કરવામાં આવ્યો હતો. સીબીઆઈએ સાત લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ કરો હતો. જેમાં ચાર ડોક્ટર અને એક સ્વયંસેવકનો સમાવેશ થાય છે.
આ ચાર ડોકટરો પણ આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કામ કરતા તાલીમાર્થી ડોકટરો છે અને તેઓ એ જ છે જેમણે તે રાત્રે ઘટના પહેલા કથિત રીતે પીડિતા સાથે રાત્રિભોજન કર્યું હતું. કુલ 7 લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવતા હવે ઘણું સત્ય બહાર આવવાની સંભાવના છે. . જેમાંથી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ જેલમાં જ થયો હતો જ્યારે સંદીપ ઘોષ સહિત અન્યનો ટેસ્ટ સીબીઆઈ ઓફિસમાં થયા હતા.