મોહ છૂટતો નથી? નિવૃત્તિ બાદ પણ રાજકોટમાં એક ફોજદારે ગુપચુપ ઉઘરાણા ચાલુ રાખ્યા!
સહકારી વિભાગોમાં નિવૃત્ત થયા બાદ પણ ઘણાખરા એવા હોય છે કે, ખુરશીનો, કચેરીનો કે પછી કડદાનો મોહ છુટતો નથી. જુના વહિવટો કે બેઠી આવકનો તોડ શોધતા રહે છે. રાજકોટમાં એક ફોજદાર (આવા અન્યો પણ હોઇ શકે) નિવૃત્તિ બાદ પણ વિસ્તારમાં જઈ ઉઘરાણા હોવાથી સબંધીત વિસ્તારના સ્ટાફે ના છુટકે ઠપકો આપી “હવે બસ કરે નહીં તો કાંઈક કરવું પડશે…”ના કડક શબ્દો કહેવા પડ્યા હોવાની ચર્ચા છે. કરતા
રાજકોટમાં પી.સી.થી પી.એસ.આઈ. સુધી પહોંચીને નિવૃત્ત થયેલા એ ફોજદાર જે તે સમયે કરજમાં ડી સ્ટાફ કે આવા કોઇ સ્થળે હશે જેથી તેમને વિસ્તારોમાં ક્યાં શું છે એ ખ્યાલ તો હશે જ અને ચાલુ ફરજે કદાચ બાંધણા પણ મળતા હશે. એ મીઠી મધલાળ હવે નિવૃત્ત થયા બાદ હાથમાંથી નીકળી જાય એ હકિકત જેવું છે. અને એ સમયે સાથે રહેલો સ્ટાફ ક્યારેક નાનું મોટું સાચવી દે, બોટલ જેવો સબંધ-શરમ રાખતો હશે. પણ જે આવતું હતું ભાગ મુજબ એ ન મળે કે બંધ થઈ ગયું હશે. નિવૃત્તિ બાદ પણ એ ફોજદારે જ્યાં જ્યાં કાંઈ નાનુ મોટું ચાલતું હોય ત્યાં ડોકીયું કરતા હતા અને પોલીસના નામે ચાલતા હતા, લેતા હતા ની ચર્ચા છે. વિસ્તારોમાં લાગતા વળગતા કે જે આપતા હતા એવા ધંધાર્થીઓ કે આવા વ્યક્તિઓ પાસે જઈ ચડતા હતા અને બાંધણા મુજબ લઇ આવતા હતા.
સમય જતા કેટલાક ચબરાક કે પોલીસ સાથે સંપર્ક વાળા ધંધાર્થીઓ કે બાંધણું આપનારાઓને ખ્યાલ પડી ગયો કે, જે લઇ જાય એ તો હવે રિટાયર્ડ થઈ ગયા છે. કોન્ટેકટ વાળા પોલીસ બાબુઓ સાથે ખરાઇ કરતા મહાનુભાવ તો નિવૃત્ત થઇ ગયા હોવાનું પાક્કુ થઈ ગયું હતું. બારોબાર ભાગ થઈ જતો હોવાની કે આવી વાતની ગંધ વર્તમાન પોલીસને પણ આવી હતી. જેથી એક સમયના સાથી એવા નિવૃત્ત ફોજદારને હવે હાઉં કરોની મીઠી શીખ કે ઠપકો પણ આપ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આવું ક્યાંય હજી સુધી આ નિવૃત્ત ફોજદાર સામે લેખિત ફરિયાદ કે આવું કાંઈ ઓનપેપર નથી આવ્યું. જેથી ફોજદારના આવા કાંઈ પ્રતાપો થતાં હશે એ ચર્ચા કે અફવારૂપ માનવું પડે.
જો નકલી લઇ આવતા હોય તો અસલી તો લઇ જ આવે ને..?
રાજકોટ શહેરમાં નકલી પોલીસે ઘણી જગ્યાએ તોડતાડ કર્યાની કે પોલીસ બનીને પોલીસના નામે નાણાં પડાવનારા શખસો પકડાઈ પણ ચુક્યા છે. જો નકલી શખસો અસલી પોલીસ જેવો સ્વાંગ રચીને કામ ઉતારી લેતા હોય તો ભલે નિવૃત્ત થઇ ગયા હોય પહેલા અસલી પોલીસ તો હતા જ જેથી અનુભવો તો હોય જ. ઘણા ખરા એવા પણ છે કે હશે જેઓ વિસ્તારો બદલાયા બાદ પણ તેમના જુના વિસ્તારોમાં મોઢા મારી આવતા હશે. તેવો પણ આંતરીક ગણગણાટ ચર્ચા હશે.