કેનેડામાં શીખ આતંકવાદી હરદીપ સિંઘ નીજજરની હત્યામાં ભારત સરકારના એજન્ટો નો હાથ હોવાના વિશ્વાસપાત્ર પુરાવા હોવાનો દાવો કેનેડાએ ફરી એક વખત દોહરાવ્યો છે. યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીમાં ભાગ લેવા ગયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ ન્યૂયોર્કમાં પત્રકારો સાથેની વાતમાં વધુ એક વખત આ દાવો કર્યો હતો અને સાથે જ તેમણે ભારતને આ મુદ્દો હળવાશથી ન લેવાની સલાહ આપી હતી. જોકે પુરાવા વિશે કેનેડાએ કોઈ ચોક્કસ માહિતી હજુ સુધી જાહેર કરી નથી.
એ દરમિયાન cbc news દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અહેવાલમાં કેનેડાની ઇન્ટેલિજન્સ એજન્સી પાસે ભારતના અધિકારીઓ તેમજ કેનેડા સ્થિત રાજદૂતો ના ‘સંદેશા વ્યવહાર’ની વિગતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કેનેડાના ટોચના સૂત્રોના હવાલાથી પ્રસિદ્ધ કરાયેલા આ અહેવાલમાં જણાવ્યા મુજબ કેનેડાની તપાસનીશ સંસ્થાઓએ હરદીપસિંહ હત્યા કેસની હ્યુમન અને સિગ્નલ ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરી હતી. વળી કેનેડાને જેની સાથે ઇન્ટેલિજન્સ શેરિંગ વ્યવસ્થા છે એ ફાઈવ આઈ પૈકીના એક દેશ દ્વારા પણ આ જ હેતુની માહિતી મળી હોવાનો એ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ભારતે કેનેડાના આક્ષેપને ફગાવ્યો છે અને કેનેડા પાસે પુરાવાની માગણી કરી છે.
દરેક સ્તરે ચર્ચા થઈ હોવાનો દાવો
આ અહેવાલમાં જણાવ્યા મુજબ આ મામલે ભારતની કથીત સંડોવણી અંગે વડાપ્રધાન જસ્ટિન ટુડોએ G 20 સમય દરમિયાન ભારતના વડાપ્રધાન મોદી સાથે સીધી વાત કરી હતી એટલું જ નહીં આ બાબતે ચર્ચા કરવા માટે કેનેડાના નેશનલ સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ એડવાઈઝર જોડી થોમસે ઓગસ્ટ મહિનામાં ચાર દિવસ અને આ મહિનામાં પાંચ દિવસ ભૂરા ભારતની મુલાકાત લીધી હતી.
શું છે’ ફાઈવ આઈ ‘
ભારતની સંદિગ્ધ સંડાણી અંગે’ ફાઈવ આઈ ‘ ના એક સભ્ય દેશે પણ માહિતી આપી હોવાનો કેનેડાના ઉચ્ચ સૂત્રોએ દાવો કર્યો છે. યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઇન્ટેલિજન્સ શેરિંગ ના કરાર છે તે વ્યવસ્થા ફાઈવ આઈના નામે ઓળખાય છે. સીબીસી ન્યૂઝના અહેવાલમાં તો એવો પણ દાવો કરાયો છે કે G 20 સમિટ દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઈડેન સહિત ફાઈવ આઈના સભ્ય દેશોના વડાઓએ પણ નીજજર હત્યા કેસ અંગે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી હતી
યુ.એસ કેનેડા વચ્ચે કોઈ ‘તિરાડ ‘ નથી
નિઝર હત્યા મામલે અમેરિકા અને કેનેડા વચ્ચે મતભેદ હોવાના અખબારી અહેવાલો પાયા વિયાણા હોવાનું અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર જેક સુલીવાને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધી છે અને અમે ઘટનાક્રમ ઉપર નજર રાખી રહ્યા છીએ. તેમણે વિશેષમાં કહ્યું કે ભારતને સંડોવતો મામલો છે એટલે અમારું વલણ અલગ હશે એ માન્યતા ખોટી છે. અમેરિકાના બીજા એક ઉચ્ચ અધિકારીએ પણ કહ્યું કે આ મામલે અમેરિકાનો અભિગમ ખૂબ સ્પષ્ટ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ આક્ષેપ લગાવ્યા ત્યારથી અમે આ મુદ્દે ઊંડી છે ચિંતા વ્યક્ત કરતા જ રહ્યા છીએ.