રાજકોટમાં જાહેર-ખાનગી સ્થળોએ બોર્ડ ગુજરાતીમાં જ રાખવા પડશે : સૂચનાનું ફરજીયાત પાલન કરવા કલેકટરનો આદેશ
મહારાષ્ટ્ર્માં લાંબા સમયથી ભાષાને લઇ વિવાદ ચાલી રહ્યો છે તેવામાં રાજકોટ જિલ્લામાં તમામ સાર્વજનિક, જાહેર સ્થળો ઉપરાંત ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ ગુજરાતીમાં જ લખાણ લખવા અને ફરજીયાત ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા સૂચના જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવી છે.
ગુજરાત રાજ્યના સર્વ સરકારી અને ખાનગી માલિકીના સાર્વજનિક અને જાહેર સ્થળોએ લખેલા લખાણોમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવા અંગે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તરફથી સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ, રાજકોટ જિલ્લામાં પણ સરકારી કચેરીઓ, સંકલન સમિતિના અધિકારીઓને સરકારની સૂચનાનું પાલન કરવા રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા સૂચના આપવામાં આવી છે.

20 ઓગસ્ટે થાય છે ગુજરાતી દિવસની ઉજવણી
ગુજરાતી દિવસ એટલે ગુજરાતી ભાષાને સમર્પિત એક ખાસ દિવસ, જે 20ઓગસ્ટે ઉજવવામાં આવે છે. આ દિવસનું મુખ્ય હેતુ છે – ગુજરાતી ભાષાની સંભાળ રાખવી, તેનો પરિચય વધારવો, અને નવી પેઢીમાં ભાષાપ્રેમ જગાવવો.
કેમ ઉજવાય છે 20 ઓગસ્ટે?
ગુજરાતી દિવસ ૨૦ ઓગસ્ટે તેથી ઉજવાય છે કારણ કે:
આ દિવસે જાણીતા ગુજરાતી લેખક, ભાષાશાસ્ત્રી અને અધ્યાપક ઉમાશંકર જોશીનો જન્મ થયો હતો (20ઓગસ્ટ, 1911).
ઉમાશંકર જોશી એ ગુજરાતી સાહિત્યમાં મહાન યોગદાન આપનાર કવિ હતા. તેઓએ ગુજરાતી ભાષા માટે અનેક કામો કર્યા અને ભાષાને લોકપ્રિય બનાવવા અને સાંસ્કૃતિક ધરો વારસામાં જીવંત રાખવા મોટી ભૂમિકા ભજવી.