ગુરુગ્રામના બોમ્બ બ્લાસ્ટની જવાબદારી બિશ્નોઇના સાથી રોહિત ગોદરાએ લીધી
હજુ પણ વધારે વિસ્ફોટો કરવાની ધમકી આપી
ચંદીગઢ અને ગુરુગ્રામના સેક્ટર નંબર 29 માં આ અઠવાડિયે થયેલા બોમ્બ બ્લાસ્ટ ની જવાબદારી
લોરેન્સ બિશ્નોઇ ગેંગ અને ગોલ્ડી બ્રાર સાથે ગાઢ રીતે સંકળાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ લીધી હતી.

26 નવેમ્બરે ચંદીગઢમાં બે ક્લબની 12 અને 10 મી ડિસેમ્બરે ગુરુગ્રામ માં એક ક્લબની બહાર બોમ્બ વિસ્ફોટ થયા હતા. બાદમાં
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જારી કરેલા એક સંદેશામાં આ બંને બ્લાસ્ટ માટે પોતે જવાબદાર હોવાનું રોહિત ગોદારાએ જણાવ્યું હતું. તેણે લખ્યું હતું કે ડાન્સબાર અને ક્લબના સંચાલકો જુગાર અને હવાલા ના માધ્યમથી ગરીબ લોકોના કરોડો રૂપિયા લૂંટી લેશે અને કરચોરી કરે છે. તેણે ધમકી આપતા લખ્યું કે આ નાનકડો વિસ્ફોટ હતો પણ અમે ડાન્સ બાર અને ક્લબો ધરાશાયી થઈ જાય તેવા પ્રચંડ વિસ્ફોટ પણ કરી શકીએ છીએ. તેણે વધુમાં સંદેશો આપ્યો કે આને અમારી ચેતવણી માનશો નહીં. જે લોકો ગરીબોના લોહી ચૂસે છે અને કરચોરી કરે છે તે બધાએ ભોગવવું પડશે. તેણે તેની આ પોસ્ટમાં લોરેન્સ બિસનોઇ ગ્રુપ, ગોગી માન ગ્રુપ, કાલા રાણા, વિરેન્દ્ર ચારણ અને રણદીપ જેવા અન્ય ગેંગસ્ટરોને ટેગ કર્યા હતા.પોલીસે આ બોમ્બ વિસ્ફોટ બારામાં સચિન તાલીયાન નામના શખ્સની ધરપકડ કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે.