આજથી એશિયા કપનો પ્રારંભ : આ ટીમ સામે ભારત રમશે પોતાની પહેલી મેચ, એક ક્લિકમાં અહીં જુઓ મેચનો સમય, શેડ્યૂલ અને તમામ વિગતો
આજે મંગળવારથી અફઘાનિસ્તાન-હોંગકોંગ વચ્ચેની મેચથી એશિયા કપ-2025ની શરૂઆત થશે. જ્યારે આવતીકાલે ભારત પોતાના અભિયાનનો પ્રારંભ યૂએઈ સામે મુકાબલો કરીને કરશે તો રવિવારે ટૂર્નામેન્ટની સૌથી રોમાંચક એવી ભારત-પાકિસ્તાન વચ્ચે કાંટે કી ટક્કર થશે. ભારતની યજમાનીમાં યૂએઈમાં રમાનારી આ ટૂર્નામેન્ટમાં કુલ આઠ ટીમ ભાગ લઈ રહી છે. ભારતીય ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં રહેશે.
ટીમ ઈન્ડિયા આવતીકાલે યુએઈ સામે મોટી જીત હાંસલ કરીને હરિફ ટીમને ચેતવવાના ઈરાદા સાથે ઉતરશે. ભારતનો એશિયા કપમાં રેકોર્ડ એકદમ શાનદાર રહ્યો છે અને આ વખતે તો ટીમ વધુ મજબૂત જોવા મળી રહી છે. ભારત આ ટૂર્નામેન્ટ સાત વખત જીતી ચૂક્યું છે જેમાં છ વખત વન-ડે ફોર્મેટ અને 2016માં એક વખત ટી-20 ફોર્મેટમાં જીત મેળવી ચૂક્યું છે. જો આ વખતે ટીમ એશિયા કપ જીતી નહીં શકે તો ટીકાઓનો ભરપૂર સામનો કરવો પડશે કેમ કે સાડા ચાર મહિના બાદ ભારત અને શ્રીલંકા ટી-20 વર્લ્ડકપની યજમાની કરવાના છે.
એશિયા કપ શેડ્યૂલ 2025 (Asia Cup 2025 Schedule)
તારીખ | મેચ | ગ્રુપ/સ્ટેજ | સમય (IST) | સ્થળ |
9 સપ્ટેમ્બર 2025 | અફઘાનિસ્તાન vs હોંગકોંગ ચીન | ગ્રુપ B | 8:00 PM | અબુ ધાબી |
10 સપ્ટેમ્બર 2025 | ભારત vs યુએઈ | ગ્રુપ A | 8:00 PM | દુબઈ |
11 સપ્ટેમ્બર 2025 | બાંગ્લાદેશ vs હોંગકોંગ ચીન | ગ્રુપ B | 8:00 PM | અબુ ધાબી |
12 સપ્ટેમ્બર 2025 | પાકિસ્તાન vs ઓમાન | ગ્રુપ A | 8:00 PM | દુબઈ |
13 સપ્ટેમ્બર 2025 | બાંગ્લાદેશ vs શ્રીલંકા | ગ્રુપ B | 8:00 PM | અબુ ધાબી |
14 સપ્ટેમ્બર 2025 | ભારત vs પાકિસ્તાન | ગ્રુપ A | 8:00 PM | દુબઈ |
15 સપ્ટેમ્બર 2025 | યુએઈ vs ઓમાન | ગ્રુપ A | 8:00 PM | અબુ ધાબી |
15 સપ્ટેમ્બર 2025 | શ્રીલંકા vs હોંગકોંગ ચીન | ગ્રુપ B | 5:30 PM | દુબઈ |
16 સપ્ટેમ્બર 2025 | બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન | ગ્રુપ B | 8:00 PM | અબુ ધાબી |
17 સપ્ટેમ્બર 2025 | પાકિસ્તાન vs યુએઈ | ગ્રુપ A | 8:00 PM | દુબઈ |
18 સપ્ટેમ્બર 2025 | શ્રીલંકા vs અફઘાનિસ્તાન | ગ્રુપ B | 8:00 PM | અબુ ધાબી |
19 સપ્ટેમ્બર 2025 | ભારત vs ઓમાન | ગ્રુપ A | 8:00 PM | અબુ ધાબી |
20 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ બી ક્વોલિફાયર 1 vs ગ્રુપ બી ક્વોલિફાયર 2 | સુપર 4 | 8:00 PM | દુબઈ |
21 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ એ ક્વોલિફાયર 1 vs ગ્રુપ એ ક્વોલિફાયર 2 | સુપર 4 | 8:00 PM | દુબઈ |
23 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ એ ક્વોલિફાયર 1 vs ગ્રુપ બી ક્વોલિફાયર 2 | સુપર 4 | 8:00 PM | અબુ ધાબી |
24 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ બી ક્વોલિફાયર 1 vs ગ્રુપ એ ક્વોલિફાયર 2 | સુપર 4 | 8:00 PM | દુબઈ |
25 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ એ ક્વોલિફાયર 2 vs ગ્રુપ બી ક્વોલિફાયર 2 | સુપર 4 | 8:00 PM | દુબઈ |
26 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ એ ક્વોલિફાયર 11 | સુપર 4 | 8:00 PM | દુબઈ |
28 સપ્ટેમ્બર 2025 | ફાઇનલ | ફાઇનલ | 8:00 PM | દુબઈ |
ભારતનું ગ્રુપ સ્ટેજ શેડ્યૂલ (બધી મેચ IST માં) – Asia Cup 2025 Schedule India
તારીખ | મેચ | ગ્રુપ | સમય (IST) | સ્થળ |
10 સપ્ટેમ્બર 2025 | ભારત vs યુએઈ | ગ્રુપ A | 8:00 PM | દુબઈ |
14 સપ્ટેમ્બર 2025 | ભારત vs પાકિસ્તાન | ગ્રુપ A | 8:00 PM | દુબઈ |
19 સપ્ટેમ્બર 2025 | ભારત vs ઓમાન | ગ્રુપ A | 8:00 PM | અબુ ધાબી |
ભારતીય ટીમ કાલે યૂએઈ વિરુદ્ધ રમ્યા બાદ રવિવારે 14 સપ્ટેમ્બરે કટ્ટર હરિફ પાકિસ્તાન સામે ટક્કર લેશે. ત્યારબાદ 19 સપ્ટેમ્બરે ઓમાન સામે મેચ રમશે. લીગ રાઉન્ડ બાદ સુપર-4નો વારો આવશે ત્યારે પૂરી શક્યતા છે કે ભારત લીગ રાઉન્ડમાં પાકિસ્તાન સામે ટકરાયા બાદ સુપર-4માં પણ પાકિસ્તાન સામે રમી શકે છે અને જો બધું સમુંસુતરું પાર પડ્યું તો ફાઈનલમાં ત્રીજી વખત બન્ને ટીમ રમે તેવી શક્યતા છે.
ટીમ ઈન્ડિયાઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તીલક વર્મા, રિન્કુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જીતેશ શર્મા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
રિઝર્વ પ્લેયર: પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલ.
કોણ કોણ ભાગ લઈ રહ્યું છે
ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, યુએઈ, ઓમાન, હોંગકોંગ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન.
આખી ટૂર્નામેન્ટ અબુધાબી અને દુબઈના સ્ટેડિયમ પર રમાશેઃ એકમાત્ર 15 સપ્ટેમ્બરે યુએઈ-ઓમાન વચ્ચેની મેચ સાંજે 5.30 વાગ્યે રમાશે, ફાઈનલ સહિત તમામ મેચ રાત્રે 8 વાગ્યાથી જ શરૂ થશે.