ચંદ્ર પર પ્રજ્ઞાન ઊતરતા જ છપાઈ ગયો અશોક સ્તંભ
ઇસરોએ જારી કર્યો વિડિયો, ઇસરોનો લોગો પણ દેખાવા લાગ્યો
ચંદ્રની સપાટી પર પહોંચ્યા બાદ લેન્ડર મોડ્યુલથી રોવર અલગ પડી ગયું હતું અને કામકાજ શરૂ કરી દીધું છે. દરમિયાન રોવર બાહર નીકળતા જ ચંદ્રની જમીન પર અશોક સ્તંભ છપાઈ ગયું હતું અને ઇસરોનો લોગો પણ દેખાવા લાગ્યો હતો.
ઇસરો દ્વારા તેના વિડિયો જારી કરવામાં આવ્યા છે. આ પેહલા ઇસરોએ કહ્યું હતું કે ભારતે ચાંદની સફર કરી છે. ઇસરોએ એવી માહિતી પણ આપી છે કે લેન્ડર અને રોવરનું વજન 1,752 કિલો છે. 14 દિવસ માટે કામ કરે તે રીતે તેને ડિઝાઇન કરવામાં આવ્યું છે.
લેન્ડર અને રોવર પાસે વૈજ્ઞાનિક પેલોડ છે જે ચંદ્રની સપાટી પર પ્રયોગ કરશે. ચંદ્રની સપાટીનો અભ્યાસ થશે અને તેના વિષેનું નોલેજ વધશે. રાસાયણિક સંરચનાની જાણકારી પણ પ્રાપ્ત થશે. એજ રીતે રોવરના પેલોડથી ચંદ્ર પરની માટી સહિતના પદાર્થોનો અભ્યાસ થશે.