દુનિયામાં વધુ એક યુદ્ધ: થાઈલેન્ડ-કંબોડિયાવચ્ચે સંઘર્ષ વધુ ઉગ્ર
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી વિવાદ ઘર્ષણમાં ફેરવાઈ ગયો છે. ચોથા દિવસે બંને દેશોએ ગંભીર હુમલા કર્યા—થાઈ F-16 ફાઈટર જેટ્સે કંબોડિયાના ગામો અને યુનેસ્કો સાઇટ પર બોમ્બમારો કર્યો, જ્યારે કંબોડિયાએ રોકેટ હુમલો કરી થાઈલેન્ડની એક હોસ્પિટલને નિશાન બનાવી.
બંને તરફથી સૈનિકો અને નાગરિકો મળીને અનેકનાં મોતની પુષ્ટિ થઇ છે. કંબોડિયા તરફથી 5,000થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે અને આત્મઘાતી ડ્રોન દ્વારા પણ હુમલો થયો છે.
દરમિયાન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ અટકાવવાની જાહેરાત કરી, પરંતુ થાઈ સરકારે સ્પષ્ટ કહ્યું કે આ મુદ્દો માત્ર બે દેશો વચ્ચેનો છે. પરિસ્થિતિ સતત ઉગ્ર બની રહી છે.
