મહારાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો: બસવરાજ પાટિલનું રાજીનામું
મહારાષ્ટ્રમાં અશોક ચવાણે કોંગ્રેસ છોડી દીધી હતી અને હવે પાર્ટીને બીજો મોટો ઝટકો લાગ્યો હતો. મરાઠાવાડના મોટા ચહેરા ગણાતા બસવરાજ પાટિલે પણ કોંગ્રેસમાંથી સોમવારે રાજીનામું આપી દીધું હતું. તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી શક્યતા હોવાનું બહાર આવ્યું છે.
બસવરાજ મંત્રી પણ હતા અને પ્રદેશના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. એમણે વર્ષો બાદ કોંગ્રેસ છોડી દીધી છે અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફટકો લાગી ગયો છે. આ પહેલા કોંગ્રેસના ટોચ લેવલના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવાણે પણ કોંગ્રેસ છોડી દીધી હતી.