Ajey The Untold Story Of A Yogi : યોગી આદિત્યનાથ પર આધારિત ફિલ્મ અજયનું ટ્રેલર રિલીઝ : ગોરખપુરના સંઘર્ષની કહાની,પરેશ રાવલની ભૂમિકા જબરજસ્ત
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર એક ફિલ્મ બનાવવામાં આવી છે જે શરૂઆતના સંઘર્ષના દિવસોની અનટોલ્ડ સ્ટોરી સામે લાવશે. આ ફિલ્મનું નામ ‘અજેય’ છે. આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ફિલ્મ ‘અજય- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’નું ટ્રેલર રિલીઝ થયુંવ હતું આ ફિલ્મ 19 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે, જેની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

વિદ્યાર્થીમાંથી યોગી બનવાની કહાની
ફિલ્મ ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જે 2 મિનિટ 20 સેકન્ડ લાંબી છે. આ ટ્રેલરની શરૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે પૂર્વાંચલના દિગ્ગજ નેતા અવધેશ રાયની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જેના કારણે ગોરખપુરમાં કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ પછી, બતાવવામાં આવ્યું છે કે અજય આનંદ વિદ્યાર્થી તરીકે કોલેજમાં પ્રવેશ લે છે અને ત્યાં રાજકારણમાં જોડાય છે. આ પછી, તે બધાના હિતમાં અવાજ ઉઠાવે છે અને બધા વિદ્યાર્થીઓની પસંદગી બની જાય છે. બાદમાં તે ઘર છોડીને દેશ માટે યોગી બનવાનું નક્કી કરે છે.
ફિલ્મમાં યોગી આદિત્યનાથનું પાત્ર ભજવી રહેલા અનંત જોશીની એન્ટ્રી ધમાકેદાર છે ટ્રેલર તેના પાવરફુલ ડાયલોગની સાથે આગળ વધે છે, જેમાં તે બોલે છે કે “હંમેશાં અક્કલ કા નહીં, કભી-કભી બલ કા પ્રયોગ ભી કરના પડતા હૈં.” ત્યાર બાદ, અનંત જોશીનો એક્શન અવતાર પણ જોવા મળે છે, જે સ્પષ્ટ કરે છે કે દર્શકોને ફિલ્મમાં એક્શન અને ડાયલોગનો ડબલ ડોઝ મળવાનો છે. આ ફિલ્મમાં પરેશ રાવલની ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે એક ગુરુ તરીકે જીવનમાં આગળ કેવી રીતે વધવું એનું માર્ગદર્શન આપે છે.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
ફિલ્મ ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’ 19 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મ 01 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી, ત્યારબાદ તેની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.
ફિલ્મ આ કલાકારોથી પણ ભજવશે જબરજસ્ત ભૂમિકા
દિનેશ લાલ યાદવ, પરેશ રાવલ, અજય મેંગી, પવન મલ્હોત્રા, રાજેશ ખટ્ટર, ગરિમા વિક્રાંત સિંહ અને સરવર આહુજા જેવા કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ શાંતનુ ગુપ્તાના પુસ્તક ‘ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર’ પર આધારિત છે. યોગી આદિત્યનાથની આ બાયોપિકનું દિગ્દર્શન રવિન્દ્ર ગૌતમે કર્યું છે. આ ફિલ્મનું સંગીત અને પૃષ્ઠભૂમિ સ્કોર મીત બ્રધર્સ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે.