દિલ્હીમાં AAPનો સફાયો : ભાજપનો ભગવો લહેરાયો, વાંચો અન્ના હજારેએ કેજરીવાલ પર શું આક્ષેપ કર્યા
દિલ્હીમાંથી આપની સત્તા ગયા પછી સામાજિક કાર્યકર અન્ના હજારેએ અરવિંદ કેજરીવાલ પર સત્તા અને પૈસાથી પ્રભાવિત થવાનો આક્ષેપ કર્યો હતો.
દિલ્હીમાં આપ સરકારની પડતી વિશે બોલતા તેમણે જણાવ્યું હતું કે, મેં કેજરીવાલને અને લોકોને હંમેશા કહ્યું છે કે રાષ્ટ્રીય ઉમેદવારનું વર્તન અને વિચાર શુદ્ધ હોવા જોઈએ તેમનું જીવન દોષરહિત અને બલિદાનથી ભરેલું હોવું જોઈએ. લોકોને કેજરીવાલની નવી પાર્ટીમાં વિશ્વાસ હતો, પરંતુ પાછળથી દિલ્હીમાં દારૂની દુકાનોની સંખ્યા વધવાને કારણે અરવિંદ કેજરીવાલની છબી ખરડાવા લાગી હતી.

તેઓ સમજી શક્યા નહીં કે નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવી એ ભગવાનની પૂજા છે. તેઓ ખોટા રસ્તે ચાલ્યા ગયા હતા. પૈસો અને દારૂ અરવિંદ કેજરીવાલને ગળી ગયા. ભ્રષ્ટાચાર અને દારૂ કૌભાંડને કારણે અરવિંદ કેજરીવાલની છબી ખરડાઇ હતી. મેં તેમને પહેલેથી જ કહ્યું હતું કે જૂઠું ના બોલો અને દારૂ અને પૈસાથી દૂર રહો, પરંતુ અરવિંદે મારી વાત બિલકુલ નહીં સાંભળી અને એ પોતાનું ધાર્યું જ કરતો રહ્યો. ખરેખર સત્તાનો નશો માણસને બરબાદ કરી નાખે છે.