જન્માષ્ટમી પર દ્વારકા જવા માટે સ્પેશ્યલ ટ્રેન દોડશે : આજથી બુકીંગ
અમદાવાદથી ઓખા વચ્ચે દોડનારી ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે : રાજકોટ સહિતના સ્ટેશનો ઉપર સ્ટોપેજ
જન્માષ્ટમીના પાવન પર્વ પર ટ્રેનોમાં મોટી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. એક ટ્રેન અમદાવાદ અને ઓખા વચ્ચે પણ દોડશે. આ વખતે જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ 2024ના રોજ છે.
જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય કર્યો છે.ટ્રેન નંબર 09453/09454 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ) દોડશે. ટ્રેન નંબર 09453 અમદાવાદ-ઓખા સ્પેશિયલ અમદાવાદથી 25 ઓગસ્ટ (રવિવાર)ના રોજ સવારે 07:45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 17:00 કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09454 ઓખા-અમદાવાદ સ્પેશિયલ ઓખાથી 26 ઓગસ્ટ (સોમવાર)ના રોજ સવારે 05:30 કલાકે ઉપડશે અને તે જ દિવસે સાંજે 15:00 કલાકે અમદાવાદ પહોંચશે.
બંને દિશામાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09453/09454નું બુકિંગ 31 જુલાઈથી તમામ PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે. www.enquiry.indianrail.gov.in પર ટ્રેનોના રૂટ, સમય, સ્ટોપ અને રચના અંગેની વિગતવાર માહિતી ઉપલબ્ધ છે.