સગાઈ કરવાની ના પાડતા વિકૃત યુવાને બાળકીની તસવીર સાથે કર્યું આવુ કૃત્ય, વાંચીને તમે પણ ચોંકી જશો
મુળ રાજસ્થાન અને છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં રહીને ફર્નિચરનું કામ કરતાં પરિવારની માત્ર 13 વર્ષની બાળકી કે જે ધો.8માં અભ્યાસ કરે છે તેની તસવીર સાથે છેડછાડ કરી બદનામ કરવાના ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસે આ વિકૃતિ આચરનાર યુવાનની ધરપકડ કરી કાયદાનું બરાબરનું ભાન કરાવ્યું હતું.
આ અંગે બાળકોના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત 13 ફેબ્રુઆરીએ તેના તેના સાઢુભાઈના દીકરાના નાનાભાઈના નામે ખોટું ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું. આ આઈડી પરથી સાઢુભાઈના દીકરાને મેસેજ કર્યા હતા. ત્યારબાદ 16 ફેબ્રુઆરીએ બોગસ આઈડી બનાવનાર શખ્સે તેના ઈન્સ્ટાગ્રામ સ્ટેટસ પર ફરિયાદીની 13 વર્ષની પુત્રીની તસવીર – શેયર કરી હતી સાથે સાથે સાઢુભાઈના દીકરા સાથે ગાળાગાળી પણ કરી હતી. આ પછી બીજા જ દિવસે એ શખ્સે કામક્રિડા કરતી એક તસવીર સાથે છેડછાડ કરી તેમાં ફરિયાદીની પુત્રીનો ફોટો ચીપકાવી સાઢુ ભાઈના દીકરાને મોકલ્યો હતો.
આ પ્રકારનો છેડછાડવાળો ફોટો મળતાં જ સાઢુભાઈના દીકરાએ તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ મથકને જાણ કરી અરજી આપી હતી. આ પછી પોલીસે આરંભેલી તપાસમાં એવો ખુલાસો થયો કે જે આઈડી પરથી તસવીર અપલોડ કરવામાં આવી છે તે ફેબ્રુઆરી-2025માં જ બનાવવામાં આવ્યું હતું અને એ યુવકને બાળકીના પિતા પણ ઓળખે છે. તપાસ બાદ આ બોગસ આઈડી આરોપી ચાંદમલ નામના 18 વર્ષીય યુવકે બનાવ્યું હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
અનિલ કુમાવત અને ફરિયાદી બન્ને એક જ ગામના હોવાથી ફરિયાદીની 13 વર્ષની પુત્રી કે જે ધો.8માં અભ્યાસ કરે છે તેની સાથે અનિલની સગાઈ નક્કી કરી હતી પરંતુ કોઈ કારણોસર આ સગાઈ ન કરવાનો નિર્ણય લેવાતાં તેનો ખાર રાખી અનિલે આ હરકત કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.