Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નવુ યુધ્ધ ગમે ત્યારે થઈ શકે છે : સેનાના વડા ઉપેન્દ્ર દ્વિવેદીનું નિવેદન, ગુજરાતના આ દરિયાકિનારે આવતીકાલથી નૌસેનાની ફાયરિંગ ડ્રિલ

Mon, August 11 2025

ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ચેન્નાઈમાં આઈ.આઈ.ટી-મદ્રાસ ખાતે યોજાયેલા ભારતીય સેનાના રીસર્ચ સેલના ઉદઘાટન પ્રસંગે કહ્યુ હતું કે, હવે પછીનું યુદ્ધ ગમે ત્યારે થઇ શકે છે. હવેના યુદ્ધમાં દુશ્મન એકલો નહી હોય. ભારતને તેની બંને બોર્ડર ઉપર પડકાર છે. તેમણે કહ્યુ હતું કે, આપણે યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. એટલુ જ નહી સાથે મળીને લડવું પડશે. આવનારા યુદ્ધમાં દેશવાસીઓનો પણ સહકાર જરૂરી છે.

તેમણે કહ્યુ હતું કે, ઓપરેશન સિંદુર દરમિયાન અમને ખબર ન હતી કે દુશ્મનની નવી ચાલ શું હશે..આ યુદ્ધ દરમિયાન અમે ચેસની જેમ લડ્યા હતા. અમને ખબર ન હતી કે, તેમની ચાલ શું હશે અને આપણે શું કરવાના છીએ. આ સ્થિતિને ગ્રે ઝોન કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં આપણે પારંપરિક યુદ્ધથી થોડું અલગ કર્યું.

ઓખા-પોરબંદર તટ નજીક ભારતીય નૌસેનાની આજથી ફાયરિંગ ડ્રીલઃ પાક. પણ ડ્રીલ કરશે

ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. પાકિસ્તાનને પાઠ ભણાવી દીધા બાદ ભારતીય સેના હજુ પણ વિરતાનું પ્રદર્શન કરવા તૈયાર છે. ભારત અને પાકિસ્તાનની નૌસેના એક જ દિવસે ફાયરિંગ ડ્રીલ કરવાની છે. 11 ઓગસ્ટ એટલે કે આજે 11.30 વાગ્યાથી ૧-૩૦ વાગ્યા સુધી ઓખા તટ નજીક ભારતીય નૌસેના ફાયરિંગ ડ્રીલ કરશે. 12મીએ એટલે કે આવતી કાલે પોરબંદર તટ નજીક રાત્રે 12.30થી સવારના 6.30 સુધી ડ્રીલ થશે. આ માટે ભારત અને પાક.ની બન્ને સેનાઓ દ્વારા વોર્નિંગ પણ જાહેર કરી દેવામાં આવી છે જેને નેવીગેશન એરિયા વોર્નિંગ કહેવામાં આવે.

ઓપરેશન સિંદૂરમાં સેનાને છુટ્ટો દોર અપાયો હતો: આર્મી ચીફ

આટલી રાજકીય સ્પષ્ટતા પહેલી વખત જોઈ ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂરની સફળતાનો શ્રેય રાજકીય નેતૃત્વને આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે સેનાને નિર્ણયો લેવાની પૂરતી સ્વતંત્રતા આપવામાં આવી હતી.ઓપરેશન સિંદૂરમાં સેનાના હાથ બાંધી લેવામાં આવ્યા હોવાના કોંગ્રેસ અને વિપક્ષના આક્ષેપો વચ્ચે સેના પ્રમુખે આપેલ આ નિવેદનોને રાજકીય રીતે પણ ખૂબ સૂચક માનવામાં આવે છે.

IIT મદ્રાસ ખાતે એક કાર્યક્રમમાં બોલતા સેના પ્રમુખે જણાવ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ 7 મે ના રોજ શરૂ કરાયેલું આતંકવાદ વિરોધી અભિયાન સરકારી સ્તરે  રાજકીય નિશ્ચય અને વ્યૂહાત્મક સ્પષ્ટતા દ્વારા સંચાલિત હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકો દરમિયાન સેનાને ‘ મુક્ત હાથ’ આપવાના નિર્ણયની પ્રશંસા કરી હતી.

આખો ઘટનાક્રમ વર્ણવતા તેમણે કહ્યું કે પહલગામ હુમલાના બીજા દિવસે અગત્યની બેઠક મળી હતી.તેના સેનાની ત્રણેય પાંખના વડા ઉપસ્થિત હતા.એ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કહ્યું કે”બસ, હવે બહુ થયું.” સેના પ્રમુખે કહ્યું કે રક્ષા મંત્રીએ આ શબ્દો કહ્યા હોય એવું પહેલી વખત બન્યું.સેનાની ત્રણેય પાંખના વડા પણ ખૂબ જ સ્પષ્ટ હતા કે કંઈક કરવું પડશે.

જનરલ દ્વિવેદીએ ઉમેર્યું કે સરકારે તેમને છૂટો દોર આપ્યો.તેમણે કહ્યું,” અમને કહેવામાં આવ્યું કે તમે નક્કી કરો કે શું કરવું” સેના પ્રમુખે રાજકીય નેતૃત્વની ભરપૂર પ્રશંસા કરતા કહ્યું કે  આ પ્રકારનો આત્મવિશ્વાસ, રાજકીય દિશા અને રાજકીય સ્પષ્ટતા અમે પહેલીવાર જોઈ.

આ પણ વાંચો : રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમમાં વીજળી ‘ગાયબ’: કલાકો સુધી લાઈટ ન આવતા કોમ્પ્યુટર ઠપ્પ, કામ ખોરવાયું

‘ સેનાને સ્વતંત્રતા ‘નો વિવાદ બની ગયો રાજકીય મુદ્દો

તા.10 જૂનના રોજ ઇન્ડોનેશિયાની એક યુનિવર્સિટીમાં યોજાયેલ સેમિનારમાં ઇન્ડોનેશિયા ખાતેના ભારતના ડિફેન્સ એટેચી કેપ્ટન શિવકુમારે કરેલા એક ખુલાસાને પગલે

વિવાદના મંડાણ થયા હતા. કેપ્ટન શિવકુમારે, ઓપરેશન સિંદૂરના પ્રથમ દિવસે પાકિસ્તાનના લશ્કરી થાણા ઉપર હુમલા ન કરવાના રાજકીય નેતૃત્વએ આપેલા આદેશને કારણે ભારતે કેટલાક વિમાન ગુમાવવા પડ્યા હોવાનું જણાવ્યું હતું. તેમના આ ખુલાસા બાદ વિપક્ષોએ, સરકારે સેનાના હાથ બાંધી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીએ સંસદમાં પણ એ પ્રકારની ટીકા કરી હતી.બાદમાં બેંગલુરુ ખાતે એક કાર્યક્રમમાં બોલતા વાયુ સેનાના વડા એપી સિંહે પણ સેનાને છુટ્ટો દોર અપાયો હોવાનો દાવો કર્યો હતો અને એ મુદ્દે થતાં વિવાદને ગણાવ્યો હતો.

અને હવે સેનાના વડા જનરલ દ્વિવેદીએ પણ એ જ વાત કરી છે.તેમના આ નિવેદન બાદ ભાજપે રાહુલ ગાંધી ઉપર જુઠાણા ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. આ મુદે હજુ પણ રાજકીય વિવાદ વકરવાની સંભાવના છે.

Share Article

Other Articles

Previous

મહિલા ડોકટરે સાથે થયેલી કરોડોની છેતરપિંડીનો મામલો : આ બેન્કમાંથી રૂપિયા ઉપાડયા, જાણો કોના બેંક એકાઉન્ટ સામે થઇ ફરિયાદ?

Next

રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમમાં વીજળી ‘ગાયબ’: કલાકો સુધી લાઈટ ન આવતા કોમ્પ્યુટર ઠપ્પ, કામ ખોરવાયું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
15 કલાક પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
15 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
16 કલાક પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ભારતીય કુસ્તી સંઘને કેન્દ્રના રમત ગમત મંત્રાલયે કર્યું સસ્પેન્ડ, સંજય સિંહનું અધ્યક્ષપદ રદ
Breaking
2 વર્ષ પહેલા
ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ભારતની મુલાકાતે : ભારત સાથે મુક્ત વેપાર કરાર અંગે PM ક્રિસ્ટોફર લક્સનએ શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકી ડોલરને પછાડવા બ્રિક્સ દેશોએ શું નક્કી કર્યું ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
રાજકોટ મહાપાલિકાના 2025-26ના બજેટને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી: 150 કરોડનો કરબોજ ફગાવાયો: વૉર્ડવાઇઝ આધારકેન્દ્ર, મોડર્ન ફૂડ કોર્ટ સહિતની 20 નવી યોજનાનો ઉમેરો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર