અરવલ્લીની ૯ સરકારી શાળાઓને લાગ્યા અલીગઢીયા તાળા
શિક્ષણને વ્યાપાર બનાવી સરકારી શાળાઓ બંધ કરવાના ભાજપ સરકારના નિર્ણય પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનીષ દોશી
રાજકોટ : અરવલ્લી જિલ્લાની ૯ સરકારી પ્રા.શાળાઓને ભાજપ સરકારે ખંભાતી તાળાં મારી દીધા છે. સરકારી શાળાઓને તાળા મારવાની ભાજપની નીતિથી ગ્રામ્ય વિસ્તારના બાળકોનો અને ખાસ કરીને દીકરીઓનો શિક્ષણ અધિકાર છીનવાઈ રહ્યો છે ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત ? તેવો સવાલ ઉઠાવી કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશીએ ગુજરાતની રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમીક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાને સુનિયોજિત રીતે મર્જના નામે બંધ કરવાનું ભાજપ સરકાર ષડયંત્ર કરી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અરવલ્લી જીલ્લાની મોડાસા, માલપુર, ધનસુરા, ભિલોડા, મેઘરજ, બાયડ તાલુકાની નવ જેટલી શાળાઓને તાળા મારનું પાપ ભાજપ સરકારે કર્યું છે. જેના લીધે સૌથી વધુ પ્રભાર્વિત આદિવાસી સમાજના બાળકો થશે. સારું શિક્ષણ મેળવની ઉમદા જીવન બનવાવનું સ્વપ્ન ભાજપે રોળી નાખ્યું છે. ભાજપ સરકારે ૩૮૦૦૦ સરકારી શાળાઓમાંથી ૫૬૧૨ સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ કે બંધ કરવાનું પાપ કરી રહી છે. ભાજપ સરકારમાં ૩૨ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. ૩૮ હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા મોખરે છે. પૂર્વ પટ્ટી, આદિવાસી વિસ્તારમાં ૩૫૩ શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે.
ગુજરાતના ૩૩ જીલ્લાની ૧૬૫૭ સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ૩૪૧ શાળાઓ એવી છે જે માત્ર એક જ ઓરડામાં ચાલે છે. ૧૪,૬૫૨ શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે, શું આ રીતે ભણશે ગુજરાત ? ગુજરાતભરની ૩૩૫૩ સ્કુલોમાં ૧૦,૬૯૮ ઓરડાઓ જર્જરિત છે. ગુજરાત રાજ્યની ૩૧ ટકા સરકારી સ્કુલોમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. રાજ્યમાં ૩૨૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. બીજીતરફ, ટેટ-ટાટ પાસ થયેલ ૫૦,૦૦૦ હજાર જેટલા ગુજરાતના યુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જોઈ રહ્યા છે.