બિહારમાં 80 વર્ષના વૃધ્ધા સાથે સામૂહિક દુષ્કર્મ
હવે આમાં કુદરતી આફતો આવે જ ને ..
2 બદમાશો એકલા ઝુંપડીમાં રહેતા વૃધ્ધાના ઘરમાં ઘૂસી ગયા હતા; લોકો આરોપીઓ પર વરસાવી રહ્યા છે ફિટકાર
બિહારના બેગુસરાઈ શહેરમાં માનવતાને લાંછન લગાડતી અત્યંત શરમજનક અને નૃશંસ ઘટના બની હતી જેમાં એકલા રહેતા 80 વર્ષના વૃધ્ધા સાથે કેટલાક બદમાશ લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને લોકો આ બદમાશોને જાનવરથી પણ બદતર કહીને ટીકા કરી રહ્યા છે. ફિટકાર વરસાવી રહ્યા છે.
વિશ્વકર્મા પૂજાની રાત્રે જ પોતાના ઝુંપડામાં એકલા રહેતા આ વૃધ્ધા સાથે 2 બદમાશોએ જંગલી વેડા કર્યા હતા અને એમના પર પહેલા હુમલો કર્યો હતો. ત્યારબાદ મોઢું કાળું કર્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં તરત જ વૃધ્ધાને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
જો કે આ બદમાશોને પોલીસ પકડી શકી નથી અને તેઓ ફરાર થઈ ગયા છે. પોલીસે એવી માહિતી આપી હતી કે આ વૃધ્ધા 5 વર્ષથી પરિવારથી અલગ થઈને એકલા જ રહેતા હતા. એમને કોઈ સંતાન નથી. આ ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને જેમ બને તેમ જલ્દી આરોપીઓને પકડી લેવા માટે દબાણ કરવામાં આવ્યું છે.
પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને ઘણા લોકોની પૂછપરછ શરૂ કરી હતી. જો કે પોલીસને આરોપીઓના કોઈ સગડ મળ્યા નહતા.