ચેમ્પિયન્સ ટ્રોફી માટે ૬ ટીમનું એલાન: ભારત-પાકિસ્તાન પર સૌની નજર
- ઑસ્ટે્રલિયા બાદ આફ્રિકાએ પણ ટીમની કરી જાહેરાત: ૧૯ ફેબ્રુઆરીથી ટૂર્નામેન્ટ શરૂ
૧૯ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫ માટે બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ઑસ્ટે્રલિયા, ઈંગ્લેન્ડ બાદ હવે આફ્રિકાએ પણ પોતાની ટીમનું એલાન કરી દીધું છે ત્યારે હવે ભારતીય અને પાકિસ્તાન ટીમની જાહેરાત પર સૌની મીટ મંડાયેલી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ આઠ ટીમ ભાગ લેશે. આમ તો આઈસીસીએ ટીમ જાહેર કરવાની અંતિમ તારીખ ૧૨ માર્ચ નક્કી કરી હતી પરંતુ ભારત અને પાકિસ્તાને પોતાની ટીમની જાહેરાત કરવામાં વિલંબ કર્યો છે.
આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડેલના આધારે રમાશે. રાજકીય મુદ્દાને પગલે ભારત પોતાના તમામ મુકાબલા યુએઈમાં રમશે. જ્યારે એક સેમિફાઈનલ મુકાબલો યૂએઈમાં રમાશે. ૯ માર્ચે ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો રમાશે જેનું સ્થળ હજુ નક્કી કરાયું નથી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારી આઠ ટીમને ચાર-ચારના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-એમાં ભારતની સાથે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે જ્યારે ગ્રુપ-બીમાં ઑસ્ટે્રલિયા, ઈંગ્લેન્ડ, આફ્રિકા અને અફઘાનિસ્તાન છે.
કઈ ટીમ જાહેર
ઑસ્ટે્રલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, આરોન હાર્ડી, જોશ હેઝલવૂડ, ટે્રવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશોન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, સ્ટિવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝેમ્પા
ઈંગ્લેન્ડ: જોશ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટક્નિસન, જૈકબ બેથેલ, હૈરી બ્રુક, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, લિયામ લિવિંગસ્ટોન, સાકિબ મહમૂદ, જેમી ઓવરટન, આદિલ રાશિદ, જો રુટ, ફિલ સોલ્ટ, જેમી સ્મિથ, માર્ક વૂડ
ન્યુઝીલેન્ડ: મીચેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમૈન, ડેવોન કૉનવે, લૉકી ફર્ગ્યૂસન, મૈટ હેનરી, ટૉમ લૈથમ, ડેરિલ મીશેલ, વિલ ઓ’રુરકે, ગ્લેન ફિલિપ્સ, રચીન રવિન્દ્ર, બેન સિયર્સ, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ
બાંગ્લાદેશ: નઝમૂલ હુસૈન (કેપ્ટન), તંજીદ હસન તમીમ, સૌમ્ય સરકાર, પરવેઝ હુસૈન ઈમોન, મુશ્ફિકુર રહીમ, તૌહીદ હૃદોય, મહમ્મદુલ્લાહ, મેહદી હસન, જેકર અલી અનિક, રિશાદ હુસૈન, નસુમ અહમદ, તંઝીમ હસન સાકિબ, નાહિદ રાણશ, તસ્કીન અહમદ અને મુસ્તફિઝુર રહમાન
અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઈબ્રાહિમ જાદરાન, રહમાનુલ્લાહ ગુરબાઝ, સેદિકુલ્લાહ અટલ, રહમત શાહ, ઈકરામ અલીખિલ, ગુલબદ્દીન નાયબ, અઝમુલ્લાહ ઉમરજઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, એ.એન.ગઝનફર, નૂર અહમદ, ફઝલહક ફારૂકી, ફરીદ મલિક, નવીદ જાદરાન
સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોરજી, માર્કો જાનસેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડેન માર્કરામ, ડેવિડ મીલર, વિયાન મુલ્ડર, લુંગી એનગિડી,એનરિક નોર્ટઝે, કૈગિસો રબાડા, રયાન રિકેલ્ટન, તબરેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રાસી વૈન ડેર ડુસેન