18 સીઝન, 17 કેપ્ટન; કપડાંની જેમ કેપ્ટન બદલાવતું પંજાબ કિંગ્સ !!
આગલી સીઝન માટે શ્રેયસ અય્યરને ટીમનું સુકાન સોંપાયું: સલમાન ખાને કર્યું એલાન
આઈપીએલ-૨૦૨૫માં શ્રેયસ અય્યર પંજાબ કિંગ્સનો કેપ્ટન બનશે. બિગબોસના સેટ પર ટીમના નવા કેપ્ટનની જાહેરાત થઈ હતી. હરાજીમાં પંજાબે અય્યરને ૨૬.૭૫ કરોડમાં ખરીદ્યો હતો. કોલકત્તા નાઈટ રાઈડર્સનો હિસ્સો રહેલો અય્યર હવે નવી ટીમનો સુકાની બનીને મેદાને ઉતરશે. પંજાબ કિંગ્સની ટીમ ૨૦૦૮થી આઈપીએલ રમી રહી છે. ટીમે અત્યાર સુધી ૧૭ સીઝનમાં ભાગ લીધો છે. આ દરમિયાન અય્યર સહિત ૧૭ કેપ્ટન બન્યા છે. યુવરાજસિંહ પંજાબ કિંગ્સનો પ્રથમ કેપ્ટન હતો. ઑસ્ટે્રલિયાના જ્યોર્જ બેઈલીએ સૌથી વધુ ૩૫ મેચમાં ટીમની આગેવાની લીધી હતી. જ્યારે મહેલા જયવર્ધને, વીરેન્દ્ર સેહવાગ અને જીતેશ શર્મા એક-એક મેચમાં કેપ્ટન બન્યા હતા. જો કે ટીમ હજુ સુધી ચેમ્પિયન બની નથી. તે માત્ર એક સીઝનમાં જ ફાઈનલ સુધી પહોંચી હતી, ૧૪ વખત તો પ્લેઑફમાં પણ પહોંચી નથી.

પંજાબ કિંગ્સના અત્યાર સુધીના કેપ્ટન
યુવરાજ સિંહ, કુમાર સંગાકારા, મહેલા જયવર્ધને, એડમ ગિલક્રિસ્ટ, ડેવિડ હસ્સી, જ્યોર્જ બેઈલી, વીરેન્દ્ર સેહવાગ, ડેવિડ મીલર, મુરલી વિજય, ગ્લેન મેક્સવેલ, આર.અશ્વિન, કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, શિખર ધવન, સૈમ કરન, જીતેશ શર્મા, શ્રેયસ અય્યર