દેશમાં વધુ 3 બુલેટ ટ્રેન કોરિડોર બનશે
ભાજપે સંકલ્પ કર્યો છે કે દેશના પશ્ચિમ ભાગમાં બુલેટ ટ્રેન (અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર)નું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને લગભગ પૂર્ણ થવાના માર્ગે છે. તેવી જ રીતે ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં પ્રત્યેક એક બુલેટ ટ્રેન કોરિડોર બનાવવામાં આવશે.આ માટે સર્વેની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થશે.
લોકોને ઝડપી અને આધુનિક તથા સુરક્ષિત યાત્રા કરવાનો અવસર આપવાનો વડાપ્રધાન મોદીનો સંકલ્પ છે અને તેને પૂરો કરવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે અને સ્વદેશી નિષ્ણાતો તેમજ કેટલાક વિદેશી નિષ્ણાતોની મદદ પણ લેવાઈ રહી છે.
આ સુવિધા દેશના દરેક ભાગમાં શરૂ થાય તેવો મોદીનો સંકલ્પ છે અને ઢંઢેરામાં તેને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર આ માટે અલગથી એક વ્યવસ્થા તંત્ર ઊભું કરીને કામ કરી રહી છે.