2 નવા ચુંટણી કમિશનરોની નિયુક્તિ અંગે કોર્ટે શું કહ્યું ? જુઓ
તાજેતરમાં જ 2 નવા ચુંટણી કમિશનરોની થયેલી નિયુક્તિ પર રોક લગાવવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. આવી કોઈ પણ રોક લગાવવાનો કોર્ટે ઇનકાર કરી દીધો હતો. કોર્ટે તેના કારણો પણ આપ્યા હતા. લાંબી દલીલો બાદ અરજી રદ કરી દેવાઈ હતી.
કોર્ટે એમ કહ્યું હતું કે અત્યારના તબક્કે આવી રોક લાગે તો લોકસભાની ચુંટણી પર તેની વિપરીત અસર થઈ શકે છે અને અરાજકતા પેદા થવાનો પણ ખતરો રહે છે. જો કે અદાલતે કેન્દ્ર સરકારની નિયુક્તિના પગલાં વિષે પણ સવાલો કર્યા હતા અને કહ્યું હતું કે આટલી જલ્દી શા માટે કરવામાં આવી છે.
ગુરુવારે આ મામલાની સુનવણી અદાલતે કરી હતી અને કહ્યું હતું કે ચુંટણી કમિશનરોની નિયુક્તિ પ્રક્રિયા અપનાવવામાં થોડો વધુ સમય આપવાની જરૂર હતી. સારી રીતે પ્રક્રિયા પૂરી કરવા માટે તે જરૂરી હતું. કોર્ટે એમ પણ કહ્યું હતું કે અમે વચગાળાના આદેશના માધ્યમથી કોઈ પણ કાયદા પર રોક લગાવી શકી નહીં.
અરજીમાં એવો આરોપ મુકાયો હતો કે ચુંટણી કમિશનરોની નિયુક્તિ માટે પહેલા જ બેઠક આયોજિત કરી લેવાઈ હતી. વિપક્ષને અંધારામાં રાખવામાં આવ્યો હતો. કાયદા મુજબ કાર્યવાહી થઈ નથી.
