રાજકોટ ભગવતિ પરા વિસ્તારમાં મોબાઈલ ચોરી કરી ગઠિયો ફરાર સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ
ભગવતી પરામાં ઇમીટેશનના કારખાનામાં ચોરીનો બનાવ બન્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં કારખાનામાં ઘૂસેલા એક શખ્સે કારીગરોના છ મોબાઇલ અને રૂા.10 હજારની રોકડ સહિત કુલ રૂા.22 હજારનો મુદ્દમાલ ચોરી ગયો હતો.
આ બનાવમાં જેની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી જેમાં ભગવતીપરામાં સુખસાગર સોસાયટી શેરી નં.2 રહેતા અને સમન્વય હાઇટસ મેઇન રોડ પર ઇમિટેશનનુ કારખાનું ચલાવતા કેયુઅમ અશિફભાઇ કુરેશીના જણાવ્યા મુજબ એક અજાણ્યો શખ્સ ગત તા.10/3ના કારખાનામાં ઘૂસ્યો હતો અને કારખાનામાં કામ કરતા છ કારીગરોના મોબાઇલ અને બીજા માળે આવેલી ઓફીસમાં કેશ કાઉન્ટરમાં રાખેલા રૂા.10 હજારની રોકડની ચોરી કરી કરી ગયો હતો. આ બાબતે કારખાનામાં કામ કરતા સુપરવાઇઝરે જાણ કરતા સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક અજાણ્યો શખ્શ કારખાનામાં ઘૂસી ચોરી કરતો કેદ થયો હતો. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે