હિંમતનગરના પાનપુરમાં બાંધકામ સમયે દીવાલ તૂટતાં 2ના મોત
રાજ્યમાં ફરી એકવાર કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના ઘટી હોવાની ઘટના સામે આવી છે. હિંમતનગરના પાનપુરમાં બાંધકામ સમયે દીવાલ તૂટતા 2 શ્રમિકના મોત થયા છે. વિગતો મુજબ દીવાલ નીચે દટાતા 2 શ્રમિકના કમકમાટી ભર્યા મોત થયા છે. સેન્ટિંગના કામ સમયે ઘટના બની હતી
અત્રે જણાવીએ કે, અત્યારે બંન્ને મૃતદેહોને બહાર નીકાળવાની કામગીરી હાથ ધરાઈ છે. જો કે, સમગ્ર દૂર્ઘટના કઈ રતી ઘટી હતી તેની ચોક્કસ માહિતી સામે આવી નથી. જો કે, સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરશે તેવી વિગતો ધ્યાને આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવાર-નવાર કન્સ્ટ્રક્શન સાઈટ પર આવી દુર્ઘટના ઘટતી હોય છે જેમાં નિર્દોષ શ્રમિકોના મોત થતાં હોય છે. ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે કે, શું કન્સ્ટ્રક્શન સાઈટના માલિકો પર કંઈ નક્કર કાર્યવાહી નથી કરાતી કે કેમ ? જો કડક કાર્યવાહી કરાય છે તો આવી દુર્ઘટના બનવાનો સિલસિલો કેમ યથાવત જોવા મળી રહ્યો છે. જો કે, જે તમામ બાબત સંપૂર્ણ તપાસનો વિષય છે.
કોની બેદરકારી ?
ફરી એકવાર બાંધકામ સાઈટ પર દૂર્ઘટના ઘટી છે. જેમાં બે યુવકોના દર્દનાક મોત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ બનાવ નથી પરંતુ રાજ્યમાં વિવિધ શહેરોમાં નવ નિર્માણ પામી રહેલી વિવિધ બાંધકામ સાઈટ પર આવા અવાર નવાર બનાવો બને છે. થોડા દિવસ અગાઉ એવો જ બનાવ સુરતના ડીંડોલી વિસ્તારમાં બન્યો હતો. જો કે, આ દૂર્ઘટના કેવી રીતે ઘટી તે તપાસનો વિષય છે. પરંતુ ક્યાંકને ક્યાંક બેદરકારી જવાબદાર હોય તેવી પ્રાથમિક વિગતોમાં જણાઈ રહ્યું છે
અગાઉ સુરતમાં ઘટના બની હતી
સુરતના ડીંડોલી વિસ્તારમાં બાંધકામનું કામ થઈ રહ્યું હતું. જે દરમિયાન 14મા માળે સેંટિંગનું કામ કરી રહેલા 2 શ્રમિકાના પડવાથી મોત થયા હતા. સમગ્ર મામલે ડીંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.