કાલાવડ રેાડ પર 25 વર્ષીય નબીરાએ કારમાં વૃધ્ધાને દેાઢ કિમી સુધી ઢસડતા મેાત
મેટેાડાના શખ્સે કાર પુરપાટ ચલાવી માર્ગ પર જતાં વૃધ્ધાને ઠેાકરે ચડાવ્યા : પકડાવાના ડરે નબીરેા ભાગવા ગયેા અને વૃધ્ધાને કાર સાથે કણકેાટના પાટીયા સુધી ઢસડી ગયેા
તાલુકા પેાલીસે કારને કબજે કરી સીસીટીવી આધારે નબીરાની શેાધખેાળ હાથધરી : વૃધ્ધા સાથે રહેલેા માનસિક બીમાર પુત્ર રેાડની સાઈડમાં હેાવાથી તેનેા જીવ બચ્યેા
રાજકેાટમાં માર્ગ પર ગાડીઓને પુરપાટ દેાડાવી બેફામ બનેલા નબીરાઓ માટે રાહદારીના જીવની જાણે કેાઈ કિમત જ ન રહી હેાઇ તેવું લાગી રહ્યું છે. એક પછી એક હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી છે. જેમાં અનેક પરિવારના માળા વિખાઈ રહ્યા છે.ત્યારે કાલાવડ રેાડ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં કચરેા વિણતા વૃધ્ધાને એક અર્ટિકા કારના 25 નબીરા ચાલકે હડફેટે લીધા બાદ દેાઢ કિલેામીટર સુધી કાર નીચે વૃધ્ધાને ઢસડયા હતાં. જેથી આ વૃધ્ધાનું કમકમાટીભર્યુ મેાત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી અર્ટિકા કારના ચાલક ભાગી છૂટયેા હતેા.અને આ મામલે પેાલીસે સીસીટીવી આધારે કારની ઓળખ મેળવી કારને કબજે કરી હતી. અને ચાલકની શેાધખેાળ હાથધરી છે.
પ્રાપ્ત વિગતેા મુજબ કણકેાટ ગામમાં રહેતા વિજયાબેન બીજલભાઈ બથવાર (ઉ.64) નામના વૃધ્ધા પેાતાના પુત્ર દિનેશ સાથે રાત્રે ભંગાર અને કચરેા વિણવા નિકળ્યા હતાં ત્યારે રાત્રીનાં 11:30 વાગ્યાના સુમારે કણકેાટ રેાડ પર રાધે હેાટલ પાસે પુત્ર દિનેશ પાણી પીવા ઉભેા રહ્યેા અને માતા વિજયાબેન આગળ ચાલીને કચરેા વિણતા હતાં ત્યારે માર્ગ પર પુરપાટ ઝડપે આવતી જીજે.03.એનકે.2095 નંબરની અર્ટિકા કારના ચાલકે વિજયાબેનને ઠેાકરે ચડાવ્યા હતાં. વિજયાબેન આ અર્ટિકા કારના આગળના ભાગે બેાનેટ નીચે ફસાઈ ગયા હતાં. છતાં પણ કારના ચાલકે કારને રેાકી ન હતી. અને વિજયાબેનને દેાઢ કિલેામીટર સુધી ઢસડી ગયેા હતેા. બાદ કણકેાટના પાટીયા પાસે વિજયાબેન કારની નીચેથી રેાડ પર ફેંકાયા હતાં. અને કારનેા ચાલક નાશી છૂટયેા હતેા.જ્યારે ઘટના સ્થળે જ વિજયાબેનનું કમકમાટી ભર્યું મેાત નીપજ્યું હતું.
જ્યારે માતાને શેાધતેા શેાધતેા પુત્ર દિનેશ કણકેાટના પાટિયા સુધી આવ્યેા હતેા. અને તેને લેાકેાના ટેાળેટેાળા જોયા હતા. અને માર્ગ પર તેમના માતાનેા મૃતદેહ જોયેા હતેા. આ ઘટનાની જાણ 108 અને તાલુકા પેાલીસને થતાં પીઆઇ ડી.એમ.હરિપરા સહિતની ટીમ દેાડી આવી હતી. અને ગાડી નંબર આધારે તપાસ કરતાં ગાડી ધેારજીના સતીશભાઈ કાંતિલાલ સિંગલના નામની હેાવાનું માલૂમ પડતાં પેાલીસે તેનેા સંપર્ક કર્યેા હતેા. અને તેઓએ પેાતાના બનેવી જયેશ કિશેાર ડાવેરાને આપી હેાવાનું જણાવ્યું હતું. જેથી પેાલીસે જયેશની વધુ તપાસ કરતાં તે મેટેાડામાં ભાડે મકાન રાખી રહેતેા હેાવાનું માલૂમ પડ્યું હતું. જેથી પેાલીસની એક ટીમે તેના ઘરે પહોંચી હતી. અને ત્યાંથી પેાલીસને અકસ્માત સર્જનાર અર્ટિકા કાર તેના ઘર બહારથી મળી આવી હતી. જ્યારે ઘરમાં તાળું લગાવેલું જોવા મળ્યું હતું. જેથી તેની હાલ શેાધખેાળ શરૂ કરી છે.
અકસ્માત સર્જી મેટેાડાનેા જયેશ ડાવેરા કારને તેના ઘર પાસે મૂકી ભાગી ગયેા
જ્યારે આ અકસ્માત મામલે વધુ વિગતેામાં જાણવા મળ્યું હતું કે,ધેારાજીના સતીષભાઈએ 25 વર્ષીય બનેવી જયેશ ડાવેરાને પેાતાની કાર ત્રણથી ચાર માસ પૂર્વે ચલાવવા માટે આપી દીધી હતી. અને પેાલીસે સીસીટીવી આધારે તપાસ કરતાં અકસ્માત સમયે જયેશ જ કાર ચલાવતેા હેાવાનું બહાર આવ્યું હતું. જેથી તેના મેટેાડામાં આવેલા ઘરે તપાસ કરતાં ત્યાંથી પેાલીસને અકસ્માત સર્જનાર અર્ટિકા કાર મળી આવી હતી. જેથી નાશી છૂટેલા જયેશની પેાલીસે શેાધખેાળ કરી છે.
કારની સ્પીડ જાણવા FSLના રિપેાર્ટ બાદ ખ્યાલ આવશે : ડીસીપી
કાલાવડ રેાડ પર બનેલી હિટ એન રનની ઘટના મામલે વેાઇસ ઓફ ડે સાથેની ટેલિફેાનિક વાતચીતમાં ડીસીપી ઝેાન-2 જગદીશ બાંગરવાએ વિગતેા આપતા જણાવ્યું હતું કે,પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવી ફૂટેજના આધારે કાર કેટલી સ્પીડમાં હતી. તે માલૂમ ન થતાં કારની સ્પીડ જાણવા માટે એફએસએલની ટીમ દ્વારા રેાપેાર્ટ મેળવ્યામાં આવવાનેા છે. અને જ્યારે અકસ્માત સર્જી જયેશ ડાવેરા ઘરને તાળું મારી ભાગી ગયેા હેાવાથી તેની હાલ શેાધખેાળ કરવામાં આવી રહી છે.