રાજકોટના કાલાવડ રોડ પર ‘રૂડા’ના વધુ 19 આવાસ રદ : લાભાર્થીઓએ દસ્તાવેજ કે ભાડાકરાર ન કરતાં લેવાયો નિણર્ય
જરૂરિયાતમંદોને પોતાનું ઘર મળી રહે તે માટે રાજ્ય-કેન્દ્ર સરકારના સહયોગથી રૂડા અને મહાપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારમાં આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે અનેક આવાસ યોજનાઓમાં લાભાર્થીને ફ્લેટ લાગ્યા બાદ દસ્તાવેજ કે ભાડાકરાર કરવામાં આવતો ન હોય આખરે ફાળવણી રદ્દ કરવામાં આવી છે ત્યારે રૂડા દ્વારા આવા વધુ 19 આવાસ રદ્દ કરવામાં આવ્યા છે.
‘રૂડા’ દ્વારા કાલાવડ રોડ પર EWS- ।। પ્રકારના આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના 19 લાભાર્થીઓને વારંવાર નોટિસ આપવા છતાં દસ્તાવેજ કે ભાડાકરાર કરવામાં આવતો ન હોય આખરે ફાળવણી રદ્દ કરાઈ હતી. જે આવાસની ફાળવણી રદ્દ કરાઈ તેમાં એ-106 , એ-605, એ-1105, બી-1003, બી-1204, બી-1402, બી-1403, સી-202, સી-302, સી-401,સી-1103, સી-1303, ડી-505, ઈ-503, ઈ-703, ઈ-704, ઈ-705, ઈ-901 અને ઈ-1001 સમાવેશ થાય છે. આ કાર્યવાહી સામે કોઈને વાંધો હોય તો સાત દિવસમાં રૂડા કચેરીનો સંપર્ક કરવા જણાવાયું હતું.