હેઝબુલ્લાહે કરેલા રોકેટ હુમલામાં 12 ઈઝરાયેલી બાળકોના મોત
મધ્ય પૂર્વમાં યુદ્ધનો નવો મોરચો ખૂલવાનો ભય
રોકેટ ફૂટબોલ મેદાન પર ખાબક્યું: અન્ય તેર ઘાયલ
ઈરાન સમર્થિત લડાકુ સંગઠન હેઝબુલ્લાહએ કરેલા રોકેટ એટેકમાં ઇઝરાયેલના કબજાગ્રસ્ત ગોલન હાઈટના એક ગામડામાં ફૂટબોલ રમી રહેલા બાળકો સહિત બાર લોકોના મૃત્યુ થયા હતા અને અન્ય તેરને ઈજા પહોંચી હતી. ઇઝરાયેલે આ બનાવ નો બદલો લેવાનો નિર્ધાર વ્યક્ત કરતા મધ્ય પૂર્વમાં યુદ્ધ નો નવો ખુલવાની સંભાવના દર્શાવાઇ રહી છે.
ઇઝરાયેલના પ્રવક્તા ના જણાવ્યા અનુસાર ગોલન હાઈટ ના મજદલ શમસ પ્રાંતમાં ડુરઝે નામના ગામમાં બાળકો ફૂટબોલ રમી રહ્યા હતા ત્યારે મેદાન પર હેઝબુલ્લાહ નું રોકેટ ત્રાટક્યું હતું. વોર્નિંગ સાંભળતા બાળકોએ સેન્ટરમાં જવા દોટ મૂકી હતી પરંતુ તેઓ ત્યાં પહોંચે પહેલા રોકેટ બ્લાસ્ટ થયું હતું. આ બનાવમાં અન્ય તેર લોકોને ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઇઝરાયેલે 1967 ના યુદ્ધ દરમિયાન સીરિયા પાસેથી આ ગોલન હાઈટ વિસ્તાર પડાવી લીધો હતો અને ત્યારથી તેના જ કબજામાં છે. આ હુમલાબાદ ઇઝરાયેલ ના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું હતું કે આની કિંમત ચૂકવવી પડશે. જો કે હેઝબુલ્લાહે આ હુમલો કર્યો હોવાનો ઇનકાર કર્યો હતો.