કોઈ પણ ઈમરજન્સી માટે 112 નંબરની સેવા : પોલીસ, આરોગ્ય, ફાયર બ્રિગેડ જેવી સેવાઓ માટે એક જ નંબર લગાવવાનો રહેશે
ગુજરાતના રહેવાસીઓ માટે ટૂંક સમયમાં ૧૧૨ નંબરની સેવા શરુ થઇ રહી છે. કોઈ પણ પ્રકારની કટોકટીમાં આ એક જ નંબર ડાયલ કરવાનો રહેશે. આ નવી ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) 112 ટૂંક સમયમાં કાર્યરત થઇ જશે અને પોલીસ, આરોગ્ય, ફાયર બ્રિગેડ સેવાઓ સહિતની સેવાઓ મળી રહેશે.
દેશના કેટલાક રાજ્યોમાં આ સેવા શરુ થઇ ચુકી છે પણ ગુજરાતમાં સાત જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ સેવા શરુ કરવામાં આવી રહી છે અને સકારાત્મક પરિણામો પણ આવ્યા છે.
અત્યારે 100 (પોલીસ), 108 (આરોગ્ય અને પરિવાર કલ્યાણ), 101 (અગ્નિ), 1098 (બાળ કલ્યાણ), અને 181 (અભયમ) મહેસૂલ વિભાગ (1070 અને 1077) ને બદલે એક જ નંબર લગાવવાનો રહેશે. આ માટે ગાંધીનગરમાં એક કંટ્રોલ અને કમાન્ડ સેન્ટર સ્થાપિત કરવામાં આવી રહ્યું છે, જે રાજ્યભરના તમામ 112 કોલનું સંકલન કરશે.
કોઈ પણ પ્રકારની ઈમરજન્સી માટે શરૂઆતમાં જન રક્ષક વાન નામની 500 વિશિષ્ટ PCR વાન તૈનાત કરવામાં આવશે અને પછી તેમાં વધારો પણ કરવામાં આવશે.