મોદી… મોદી… મોદી…: ‘હિન્દી’સ્તાન ભગવું, મોદી જ નેતા એ `સનાતન’ સત્ય
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય
તેલંગણામાં પરિવર્તન: કોંગ્રેસને પાતળી બહુમતી
લોકસભાની ચૂટણી પૂર્વેની સેમીફાઇનલ સમાન વિધાનસભાની ચૂંટણીઓમાં ત્રણે ત્રણ હિન્દી ભાષી રાજ્યોમા ભવ્ય અને પ્રતીતિજનક વિજય મેળવીને ભાજપે ફાઇનલ મેચના પરિણામના એંધાણ આપી દીધા પ્રજાએ મોદીના નેતૃત્વમા અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મોદીની તોલે બીજુ કોઈ નથી એ આ પરિણામો સાબિત કર્યું છે.આ વિજયને પગલે દેશભરમા ભાજપના કાર્યકરોએ વિજયોત્સવ ઉજવ્યો હતો.જ્યારે તેલંગાણા ના વિજય છતા કોંગી છાવણીમાં સોપો પડી ગયો હતો.
રાજકીય પંડિતોએ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કસોકસના જગ ની આગાહી કરી હતી પરતુ પ્રજાએ કઈક અલગ જ નક્કી કરી રાખ્યું હતુ. સવારે મતગણતરી શરૂ થઈ તે સાથે જ ભગવો લહેરાવાનું શરૂ થઈ ગયુ હતુ. બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે બહુમતીનો જાદુઈ આકડો પાર કરી દીધો હતો. છત્તીસગઢમાં પ્રારભે કોંગ્રેસને બહુમતી દેખાતી હતી પરતુ ઇવીએમ ખુલતા ગયા તેમ તેમ એક પછી એક બેઠકો પર કમળ ખીલતું ગયુ અને કોંગ્રેસને જ્યા સૌથી વધારે આશા હતી એ રાજ્ય પણ ભાજપે ઝુંટવી લીધું.
ભાજપના વિજયો પણ જેવા તેવા નથી મધ્યપ્રદેશની ૨૩૦ બેઠકોમાંથી ભાજપનો ૧૬૫ બેઠક ઉપર વિજય થયો તે હકીકત કોંગ્રેસનો કઈ હદે રકાસ થયો તે દર્શાવે છે. કોંગ્રેસનું ગાડું માત્ર ૬૩ બેઠક પર અટકી ગયું.
રાજસ્થાનમાં કોંગ્રેસને ગેહલોત સરકારની કલ્યાણકારી યોજનાઓ તેમજ નવી ગેરંટીઓ પર વિશ્વાસ હતો પરતુ પ્રજાને મોદીની ગેરંટીમાં વિશ્વાસ પડ્યો. ૧૯૯ બેઠકો ઉપર મતદાન થયુ હતુ તેમાંથી ભાજપનો ૧૧૫ બેઠક ઉપર વિજય થયો. કોંગ્રેસે માત્ર ૬૯ બેઠકથી સતોષ માનવો પડ્યો.
છત્તીસગઢમાં સતા પુનરાવર્તનની કોંગ્રેસની આશા ઉપર મતદારોએ પાણી ફેરવી દીધું. તમામ એક્ઝિટ પોલમાં બઘેલ સરકારની વાપસીની આગાહી કરવામા આવી હતી પરતુ મતદારોએ ચમત્કાર સર્જ્યો હોય તેમ ભાજપે ૫૫ બેઠક કબજે કરતા કોંગ્રેસનો છત્તીસગઢનો ગઢ પણ કડડભૂસ થઈ ગયો. કોંગ્રેસને ખાતે માત્ર ૩૨ બેઠકો આવી.
એકમાત્ર તેલંગાણામાં કોંગ્રેસને આશ્વાસનરૂપ બહુમતી પ્રાપ્ત થઈ. અલગ તેલંગણા રાજ્ય બન્યુ તે પછી સતત બે ટર્મ સુધી શાસન ચલાવનાર ચંદ્રશેખર રાવને તેલંગણા ની પ્રજાએ ઘરભેગા કરી દીધા.૧૧૯ બેઠકો ધરાવતી તેલંગાણા વિધાનસભામાં સાદી બહુમતી માટે જરૂરી ૬૦ બેઠકો કરતા ચાર વધુ બેઠક એટલે કે ૬૪ બેઠક ઉપર કોંગ્રેસને વિજય પ્રાપ્ત થયો. ચંદ્રશેખર રાવની બીઆરએસ પાર્ટી ૩૯ બેઠકો સાથે બીજા ક્રમે રહી. ભાજપે આઠ બેઠક અને ઓવેસીના પક્ષ એઆઈ એમઆઈએમ ને ૭ બેઠકો મળી. એક બેઠક પર સીપીઆઈ ના ઉમેદવાર વિજય થયા.
કોંગ્રેસને એન્ટીઇન્કમબન્સી નડી ભાજપને `પ્રોઇન્કમબન્સી’ ફળી
રાજસ્થાનમાં અશોક ગેહલોતની બહુ વખણાયેલી કલ્યાણકારી યોજનાઓ છતા જનતા જનાર્દને ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા.છત્તીસગઢમાં સુશાસન ના ભૂપેશ બઘેલના દાવાને લોકોએ નકારી દીધો.એ બન્ને રાજ્યોમા કોંગ્રેસને એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર નડ્યું.તેની સામે ૧૮ વર્ષના શાસન બાદ પણ મધ્યપ્રદેશમાં શિવરાજસિહ ચૌહાણ માટે શાસનવિરોધી લહેરનું અસ્તિત્વજ નહોતુ એ સાબિત થયું.ભાજપે દેખીતી રીતે જ આ વિજય નો શ્રેય શિવરાજ સરકારના સુશાસનને આપ્યો. કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે ચૂંટણી પૂર્વે આપેલા વચનોનું પાલન કર્યા બાદ નવી ગેરેન્ટીઓ મતદારોને આકર્ષશે તેવી કોંગ્રેસની અપેક્ષા જો કે ફળીભૂત ન થઇ.
મોદીના નામે ચૂટણી લડવાનો વ્યૂહ ભાજપ માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થયો
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં અનુક્રમે વસુંધરા રાજે, શિવરાજ સિહ ચૌહાણ અને રમણસિહ જેવા દિગગજ નેતાઓ હોવા છતા ભાજપે એક પણ રાજ્યમા મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત નહોતી કરી. વડાપ્રધાન મોદીએ પ્રચારનું સુકાન સંભાળ્યું હતું.મોદીએ ઉમેદવારોને ધ્યાનમા રાખ્યા વગર કમળના નિશાનને ધ્યાનમા રાખી અને મતદાન કરવા અપીલ કરી હતી. ત્રણે રાજ્યોમા ભાજપે મોટી સખ્યામા સાંસદોને મેદાનમા ઉતાર્યા હતા અને તેમાંથી મોટાભાગના વિજયી થયા છે.એ સાંસદોની ઉમેદવારીને કારણે જે તે સંસદીય બેઠક હેઠળ આવતી વિધાનસભાની પણ મોટાભાગની બેઠકોમાં કમળ ખીલ્યું છે. એકંદરે ચૂટણીની રણનીતિ, તેમજ સગઠન શક્તિ અને અત્યત આક્રમક પ્રચાર નુ ભાજપને ફળ મળ્યુ છે.