ઈઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ઘમાં ફસાયા 18,000 ભારતીયો, જાણો કઈ સ્થિતિમાં છે લોકો..
ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. અત્યાર સુધીમાં અંદાજે 1100થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. ઇઝરાયેલમાં પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસના આતંકવાદીઓએ શનિવારે વહેલી સવારે દેશ પર હવાઇ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ “લાંબા અને મુશ્કેલ” યુદ્ધ માટે રાષ્ટ્રને તૈયાર રહેવા કહ્યું હતું.
હમાસે ઇઝરાયેલ પર હજારો રોકેટનો મારો ચલાવ્યો હતો અને ફાઇટર્સનું એક ગ્રુપ મોકલ્યું હતું, જેમણે નાગરિકોને ઠાર કર્યા હતા અને ઓછામાં ઓછા 100ને બંધક બનાવ્યા હતા.
આ દરમિયાન વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે, તેમને ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોની સ્થિતિ વિશે રાતોરાત મેસેજ મળ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસ પરિસ્થિતિ પર સક્રિયપણે નજર રાખી રહી છે.