પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં ઈદની નમાજ દરમિયાન કહ્યું હતું કે, બંગાળમાં રમખાણો ભડકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ જાળમાં ન ફસાતા. બંગાળ સરકાર લઘુમતીઓ સાથે ઉભી છે કોઈ પણ હિંસા નહિ ભડકાવી શકે
કોલકાતામાં ઈદના અવસરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું- અમે ધર્મનિરપેક્ષ છીએ. નવરાત્રિ ચાલી રહી છે, હું શુભકામના પાઠવું છું પરંતુ અમે નથી ઇચ્છતા કે કોઈ અરાજકતા ફેલાવે. સામાન્ય લોકો અરાજકતા ફેલાવતા નથી પરંતુ રાજકીય પક્ષો આમ કરે છે. આ શરમજનક વાત છે. અમે બધા ધર્મો માટે આપણા જીવનનું બલિદાન આપવા તૈયાર છીએ. બહુમતીની ફરજ લઘુમતીઓનું રક્ષણ કરવાની છે અને લઘુમતીઓની ફરજ બહુમતી સાથે રહેવાની છે.
મમતા બેનર્જીએ કહ્યું કે અમને પૂછવામા આવ્યું કે, આવ્યું કે શું તમે હિન્દુ છો? મેં ગર્વથી કહ્યું કે હું હિન્દુ તેમજ મુસ્લિમ પણ છું. તેઓ ભાગલા પાડવા માંગે છે. તેઓ ષડયંત્ર રચી રમખાણો કરાવવા માંગે છે.તેમના ષડયંત્રમા ના ફસાવો. દીદી તમારી સાથે છે. અભિષેક તમારી સાથે છે. આખી સરકાર તમારી સાથે છે.