- કોર્ટ મુદતે જતાં બે ભાઈઓ પર ચાર શખસોનો હિચકારો હુમલો
- જસદણનો બનાવ : અગાઉ થયેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી માર માર્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
જસદણ નજીક કોર્ટ મુદતેથી પરત જતાં બે ભાઈઓ પર રાજકોટના વિરમ ગમારા સહિત ચાર શખસોએ રસ્તામાં આંતરી ધોકા-પાઈપથી હુમલો કરતાં બંને ગંભીર રીતે ઘવાયા હતાં. જેથી આ મામલે આટકોટ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી છે.
માહિતી મુજબ ગોંડલના મોટા દડવા ગામે રહેતાં નારણભાઈ ઘુઘાભાઈ મેવાડાએ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે વિરમ ગેલા ગમારા (રહે. રાજકોટ) અને અન્ય અજાણ્યાં ત્રણ શખ્સોના નામ આપતાં જણાવ્યું હતું કે, ગત તા.06/08ના તે અને તેના કાકાનો દીકરો મનોજભાઈ બંને ઘરેથી દસ વાગ્યે જસદણ કોર્ટમાં મુદત હોય જેથી બંને બાઈક લઈ કોર્ટમાં ગયા હતા.અને ત્યાંથી પરત આવતી વેળાએ ગોંડલ ચોકડીથી આગળ તેમના બાઈક પાછળ વિરમ ગમારા સફેદ કલરની બ્રેઝા ગાડી તેઓના બાઈક પાછળ ભટકાડી હતી.જેથી બંને ભાઈઓ પડી જતાં વિરમ ગમારા અને તેની સાથેના અજાણ્યા ત્રણ શખસોએ લોખંડના પાઇપ વડે બંને ભાઈઓને માર મારી નાશી ગયા હતા. જેથી તેઓને ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. અને આટકોટ પોલીસે ગુનો નોંધી ચારે આરોપીની શોધખોળ કરી છે.