ઝારખંડમાં કેવી ઘટના બની ? 2 સગીરાઓ સાથે શું થયું ? જુઓ
દેશના ઘણા રાજ્યોમાં હવે કિશોરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. તાજેતરનો મામલો ઝારખંડના પલામુ જિલ્લાનો છે જ્યાં દુર્ગા પૂજાના મેળામાંથી ઘરે પરત જતી બે અનુસૂચિત જાતિની સગીરાઓ પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
પોલીસ અધિકારીએ આ મામલે મીડિયાને જાણકારી આપતાં કહ્યું હતું કે આ ઘટના શુક્રવારે નૌડીહા બજાર ક્ષેત્રના પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. હેવાનોએ આ બંને સગીરાઓને રસ્તામાં અધવચ્ચેથી જ ઉપાડી લીધી હતી અને તેમના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓને પકડવા માટે મોટાપાયે શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
પીડિતાઓએ સામૂહિક દુષ્કર્મનો ભોગ બન્યા બાદ ઘરે પહોંચીને પરિવારને ઘટના વિશે જાણકારી આપી હતી. ત્યારબાદ આ મામલે આગામી બે દિવસ સુધીમાં પંચાયત સ્તરે જ ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છેવટે રવિવારે મોડી સાંજે આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આરોપીઓ હજુ સુધી ફરાર છે. પોલીસે શકમંદોની પૂછપરછ કરી હતી.
આ ઘટના બન્યા બાદ લોકો ભારે રોષ સાથે વિરોધ પ્રદર્શન માટે સડકો પર આવી ગયા હતા અને પોલીસની કોઈ ધાક રહી નથી તેવી ટીકા કરી રહ્યા હતા.