યુવતીને ભગાડી જવા મુદે પિતા-પુત્ર સહીતની ત્રિપુટીએ ત્રણ યુવકને ધોકાવ્યા
શાપર વેરાવળમાં રહેતા ત્રણ યુવકોને તેના મિત્ર દ્વારા યુવતીને ભગાડી જતાં પિતા-પુત્ર સહીતની ત્રિપુટીએ ધોકા પાઇપ વડે હુમલો કરી માર મારતા પોલીસે ગુનો નોંધ્યો છે. વિગત મુજબ શાપરમાં બુધ્ધનગર શેરી નં.2માં રહેતા કરણ અમિતભાઈ ડોડીયાએ પોતાની ફરિયાદમાં આરોપીમાં દિલીપ જીવરાજ સોલંકી, તેના પુત્ર કેવિન અને ભત્રીજા મેહુલ અશોક સોલંકીનું નામ આપતા જણાવ્યું હતું કે,તેનો ભાઈ રવિ શાક માર્કેટમાં હતો ત્યારે આરોપી ત્યાં ઘસી ગયા હતા,એનએ હુમલો કર્યો હતો.બનાવની જાણ ફરિયાદીને થતાં તેઓ તેના મિત્ર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.અને સમાધાન કરવા વચ્ચે પડતાં ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા.અને ત્રણેય યુવકોને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી મારમારી આરોપી દિલીપે તમારો કાળીયો અમારી દીકરીને ભગાડી લઇ ગયેલ છે.તે કયા છે હું તેને મારી નાખીશ તેમ કહ્યું હતું.બનાવમાં ત્રણેય યુવકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.અને આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.