સહકાર સોસાયટી મેઇન રોડ પર આવારા તત્વોએ ત્રણ રિક્ષાઓમાં કરી તોડફોડ
શહેરની સહકાર સોસાયટી મેઇન રોડ પર કલ્યાણનગર-૧માં ત્રણ રિક્ષાઓમાં આવારા તત્વોએ તોડફોડ કરતાં પોલીસે કાર્યવાહી કરી છે. વધુ વિગત મુજબ કલ્યાણનગરમાં રહેતાં અને રિક્ષા ચલાવવાતા તેમજ ભાડે આપી ગુજરાન ચલાવતા ભરતભાઇ લક્ષમણભાઇ જજવાડીયા (ઉ.વ.૫૪)એ પોતાના હસ્તકની ત્રણ ઓટો રિક્ષા નં. જીજે૦૩બીયુ-૯૯૭૩, જીજે૦૩એયુ-૧૨૮૪ અને જીજે૩૬યુ-૭૮૬૦ ઘર પાસે પાર્ક કરી હતી.અને સવારે જાગીને જોતા આ ત્રણેય રિક્ષાઓમાં તોડફોડ થયેલી જણાઈ આવતાં તેમણે આસપાસમાં તપાસ કરી પુછતાછ કરી હતી પરંતુ રિક્ષામાં કોણ તોડફોડ કરી ગયું? તેની ખબર પડી નહોતી જેથી ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો આસપાસના સીસીટીવી ચકાસી વધુ તપાસ હાથધરી છે.