Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

કરણપરામાં વેપારીના ઘરમાંથી રૂ.16 લાખની ચોરી

Tue, July 9 2024

ઘરમાં ઉધઈ મારવાની દવા છાંટી હોવાથી પાડોશમાં રહેતા કૌટુંબિના ઘરે રોકવા ગયા ત્યારે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો : બાચકાંમાં ભરી રાખેલું 15 લાખનું સોનું અને 1 લાખ રોકડ ઉપાડી ગયા 

પેટા : પેસ્ટ કંટ્રોલ કરવા આવેલા બંને શખ્સોનો ચોરીમાં હાથ હોવાની પોલીસને પ્રબળ શંકા : ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તપાસ

રાજકોટમાં તસ્કરોને જાણે રેઢું પટ મળ્યું હોઇ તેમ એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં કરણપરામાં શેરી નંબર-13/14 ના ખૂણે રહેતા અને સાંગણવા ચોકમાં ઇલેક્ટ્રીકની દુકાન ધરાવતા વેપારીના બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને 15 લાખના સોના-ચાંદીના દાગીના અને 1 લાખ જેટલી રોકડની ચોરી કરી જતાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી,એ ડિવિઝન પોલીસના પીઆઇ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. જ્યારે તપાસમાં બાહર આવ્યું હતું કે,વેપારી પોતાના ઘરમાં ઉધઈ મારવાની દવા લગાવી હોવાથી તેઓ પાડોશમાં રહેતા કૌટુંબિના ઘરે રહેવા ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું.

પોલીસમાંથી મળતી માહિતી મુજબ કરણપરા શેરી નં.૧૩-૧૪ના કોર્નર પર સિધ્ધાર્થ નામનું મકાન ધરાવતા કેકીનભાઈ દિલીપભાઈ શાહએ જણાવ્યું હતું કે,તેઓ સાંગણવા ચોક નજીક ઇલેક્ટ્રીક આઈટમોની દુકાન ધરાવે છે. કેકીનભાઈના ઘરમાં ઉધઈ થઈ ગઈ હોવાથી ગત શનિવારના રોજ બપોરના સમયે ઉધઈ પેસ્ટીંગવાળા મારફતે દવા છંટકાવ કરાવ્યો હતો. ઘરમાં વાસ આવતી હોવાથી નજીકમાં રહેતા કૌટુંબિના ઘરે કેકીનભાઈ અને તેના પત્ની, બાળકો બે દિવસ માટે ગયા હતા. રવિવારના રોજ તેમજ ગઇકાલે સોમવારે પણ શાહ પરિવાર દ્વારા ઘરની મુલાકાત લેવાઈ હતી. જ્યારે તેઓ આજે સવારે ઘરે આવતા દરવાજાના તાળા તુટેલા જોવા મળ્યા હતા. જેથી ચોરી થયાની શંકા ઉપજી હતી અને તુર્ત જ ઉપલા માળે રૂમ ચેક કરવામાં આવ્યો હતો. રૂમમાં પ્રવેશતા કબાટના તાળા તુટેલા હતા. ડ્રોઅર, તિજોરી પણ તુટેલી હતી. સામાન વેરવિખેર પડયો હતો.અને કબાટમાં રહેલા સોના-ચાંદીના અલગ અલગ ઘરેણાઓ અને રોકડ રકમ પણ ગાયબ જણાતા તેઓએ પોલીસનો સંપર્ક કરતાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટ ટીમ સાથે દોડી આવ્યા હતા. બાદમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી બી.બી.બસીયા સહિતની ટીમ પણ દોડી આવી હતી.

અને મકાન માલિકની પૂછતાછ કરતાં કુલ રૂ.16 લાખની ચોરી થયાનું જાણવા મળ્યું હતું.પેસ્ટ કંટ્રોલ એટલે કે ઉધઈ મારવા માટે જેમને બોલાવ્યા હતા. તેઓનો આ ચોરીમાં હાથ હોવાની પોલીસને પ્રબળ શંકા હોવાથી તેઓને ઉપાડી લેવામાં આવ્યા છે. અને તેની આગવી ઢબે પૂછતાછ કરવામાં આવી રહી છે. વધુમાં પોલીસની ડોગ સ્ક્વોડ ટીમને તસ્કરો પેલેસ રોડ પર ભાગ્ય હોવાની માહિતી મળતા પોલીસે તે દિશાના સીસીટીવી ફૂટેજો તપાસવાનું શરૂ કર્યું છે.

રોકડમાંથી તસ્કરો ખરાબ 10-10ની નોટના બે બંડલ ઘરના દરવાજે જ ફેકતા ગયા

કરણપરા શેરી નં.૧૩-૧૪ના કોર્નર પર રહેતા વેપારીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને 15 લાખના સોના-ચાંદીના ઘરેણાં અને આશરે 1 લાખ જેટલી રોકડની ચોરી કરી ગયા હતા. જ્યારે તસ્કરો રોકડમાં રહેલા 10-10ની ખરાબ નોટના બે બંડલોને ઘરના દરવાજે જ ફેકીને ચાલ્યા ગયા હતા.અને વેપારી ઘરે પહોંચ્યા ત્યારે તેમણે પ્રથમ ઘરના દરવાજે આ નોટના બંડલ મળી આવ્યા હતા.

Tags:

chorikaranpara

Share Article

Other Articles

Previous

મોરબી રોડ ઉપર સરકારી જગ્યામાં ઉભા થયેલા બોક્સ ક્રિકેટ સહિતના દબાણ હટ્યા

Next

માર્કેટિંગ યાર્ડ પાસે લોખંડનો ડેલો માથે પડતાં 6 વર્ષના બાળકનું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
8 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
9 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
9 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
10 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા
ગુજરાત
2 વર્ષ પહેલા
દિલ્હી-કોલકાતા હાઇવે પર ચાર-ચાર દિવસથી ભયંકર ટ્રાફિક જામ : હજારો લોકો ફસાયા, 24 કલાકમાં માત્ર 5 કિલોમીટર કાપી શક્યા
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
દિવાળી પછીની સુસ્તી ભગાડો, ફીટ રહો
હેલ્થ
3 વર્ષ પહેલા
રાજકોટ શહેર-જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર