ધોરજીમાં ધરાર પ્રેમીએ રસ્તામાં હાથ પકડી યુવતીની છેડતી કરી
ફ્રેન્ડશીપ કર નહીં તો તારી સગાઈ તોડી નાખીશની ધમકી આપતા પોલીસે કરી કાર્યવાહી
ધોરાજીમાં રહેતા ધરાર પ્રેમી 23 વર્ષીય યુવતીને રસ્તામાં આંતરી તેનો હાથ પકડી મારી સાથે ફ્રેન્ડશીપ કર નહીં તો તારી સગાઈ તોડી નાખીશની ધમકી આપી છેડતી કરતાં ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
માહિતી મુજબ ધોરાજી પંથકમાં રહેતી 23 વર્ષીય યુવતી નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં છાડવાવદર ગામના લાલો ગાંડાભાઇ ચૈાહાણનું નામ આપતા જણાવ્યું હતું કે,લાલો અવારનવાર તેની પાછળ પાછળ આવતો હતો. અને રવિવારે યુવતી ઘરથી વાડી જતી હતી.ત્યારે લાલો તેની પાછળ આવ્યો હતો અને હાથ ઊચો કરી યુવતીને ઊભી રહેવાનું કીધું હતું. પંરતુ યુવતી ઊભી ન રહેતા લાલએ તેણીનો હાથ પકડી મારી સાથે ફ્રેન્ડશીપ કર નહીં તો તારી સગાઈ તોડી નાખીશની ધમકી આપી છેડતી કરી હતી. જેથી આ મામલે યુવતી પરિવારને જાણ કર્યા બાદ ધોરાજી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.