સોનું છોડાવી દેવાનું કહી પૂર્વ ટ્રાફિક વોર્ડન દ્વારા વેપારીના રૂ.ર.૩૧ લાખ લઈને ભાગી ગયો
ટ્રાફિક વોર્ડને અગાઉ મહિલા સાથે પણ ત્રણ લાખની છેતરપિંડી કરી હતી
કાલાવડ રોડ પરની સૂર્યોદય સોસાયટીમાં રહેતાં અને દિવાનપરા પોલીસ ચોકીની સામે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં ફાયનાન્સની ઓફિસ ધરાવતાં વેપારી સાથે પૂર્વ વોર્ડન દ્વારા
ગીરવે મુકેલું સોનું છોડાવવાના બહાને રૂ.૨.૩૧ લાખની છેતરપીંડી કરતા ફરિયાદ નોંધાઇ છે.
વિગત મુજબ ઉમંગ જેન્તીભાઈ ધકાણ (ઉ.વ.૩૧) દ્વારા એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં
યોગેશ અશોક જીલકાનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું છે કે આરોપી યોગેશ પૂર્વ ટ્રાફિક વોર્ડન છે. ગઈ તા.૯ના રોજ આરોપી યોગેશ તેની ઓફિસે આવ્યો હતો. આવીને તેને કહ્યું કે રૈયા ટેલીફોન એક્ષચેંજ પાસેની ફાયનાન્સની ઓફિસમાં તેનું પપ ગ્રામ ૯૦૦ મીલીગ્રામ સોનું ગીરવે મુકેલું છે. જેની ઉપર તેણે રૃા.ર.રપ લાખની લોન લીધી છે.
જે દાગીના હવે તેને છોડાવી વેચી નાખવા છે. જેથી દાગીના છોડાવી આપવાનું કહેતાં તેણે બધી પ્રોસેસ કર્યા બાદ તેની ઓફિસમાં કામ કરતાં ધીરૃભાઈ રાણપરાને રૃા.ર લાખ આપી આરોપી યોગેશ સાથે સોનું છોડાવવા ફાયનાન્સની ઓફિસે મોકલ્યો હતો.જયાં વધુ રૃા.૩૧ હજાર ભરવા પડશે તેમ કહેતાં ફાયનાન્સ કંપનીમાં રૃા.૩૧ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. થોડી વાર બાદ ધીરૃભાઈએ તેને કોલ કરી જણાવ્યું કે લોનની રકમ ફાયનાન્સ કંપનીમાં ભરાઈ ગયા બાદ આરોપી યોગેશ સિગારેટ પીવા જવાના બહાને નીકળી ભાગી ગયો છે. લોન લીધા અંગેની પહોંચ પણ સાથે લેતો ગયો હતો.
જેથી તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે તેની સામે આજ રીતે એક મહિલા સાથે ૩.પ૦ લાખથી વધુ રકમની છેતરપિંડી કર્યાની થોડા સમય પહેલાં ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં તે ઘણાં સમય સુધી વોન્ટેડ રહ્યા બાદ બે દિવસ પહેલા જ તેની પોલીસે ધરપકડ કરી હતી. હવે તેના વિરૃધ્ધ બીજી છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.