જંગલેશ્વરમાં 200 કિલો ગૌમાંસ સપ્લાય કરે તે પૂર્વે જ વાંકાનેરનો શાહરૂખ પકડાયો
ગૌરક્ષકની મદદથી કુવાડવા રોડ પરથી પોલીસે પકડી પાડી રૂ.5.10 લાખનો મુદામાલ કબ્જે કર્યો
કુવાડવા રોડ પર મોડી રાત્રીના બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ ઇકો કારને અટકાવી તલાશી લેતા તેમાંથી ૨૦૦ કિલો ગૌમાંસ મળી આવ્યું હતું જેથી પોલીસે ઇકો ચાલક વાંકાનેરના શખસની ધરપકડ કરી તેની સામે પશુ સરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વિગતો મુજબ, બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સુધીર રાણેની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી.ત્યારે પીએસઓ એએસઆઈ નીતીનદાન ગઢવીને ગૌરક્ષક કાર્યકર મયુરભાઈ મુકેશભાઈ દેસાઈ (ઉ.વ.33) (રહે. માયાણીનગર) જણાવેલ કે, જૂના કુવાડવા પોલીસ સ્ટેશન સામે નેશનલ હાઈવે રોડ ઉપર એક ઈક્કો કાર નં-GJ-36-AL-3052 માં ગેરકાયદેસર ગૌમાંસ હોવાની શંકા હોય છે.જેથી સ્ટાફ તે જગ્યાએ વોચમા હતા તે દરમીયાન બાતમી વાળી કાર નીકળતા તેને રોકી તપાસતા કલીનર સાઈડથી ડ્રાઈવર સીટ સુધી ડેકીમા પગ તથા શરીરના અંગોનુ માંસના અલગ-અલગ ટુકડા પડેલ હતા.જે તપાસતા ગૌ માસ હોવાનું માલૂમ પડતાં ઇકો કાર ચાલક શાહરુખ મહેબુબ શાહમદાર (ઉ.વ.21), (રહે.વાકાનેર કુંભારપરા મતવા મસ્જિદ)ની ધરપકડ કરી અને પૂછતાછ કરતાં માલૂમ પડ્યું હતું કે,તે આ ગૌમાંસ જંગલેશ્વરમાં સપ્લાય કરવા જતો હતો. પોલીસે કારમા પડેલ માંસનો જથ્થો આશરે 200 કિલોગ્રામ અને ઇકો કાર મળી કુલ રૂ.5.10 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.