રૂ. 7 લાખની લાંચ માંગનાર પુ૨વઠા અધિકારી અને દલાલને 5 વર્ષની કેદ
સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન સંચાલક પાસેથી લાંચ માંગી હતી
રાજકોટમાં રૂ.૭ લાખની લાંચ માગનાર તત્કાલીન જિલ્લા પુ૨વઠા અધિકારી અને રૂપિયા બે લાખની લાંચ સ્વીકારનાર તેમના દલાલને ખાસ અદાલતે પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને બન્નેને રૂ.૨૫-૨૫ હજા૨નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ વર્ષ ૨૦૦૭ મા રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર જીવાભાઈ બરંડા એ પડીત દીનદયાળ ગ્રાહક ભડાર (સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન) ના સચાલક ફરીયાદી અસલમ મોસાભાઈ ડેરૈયા વિરુધ્ધ માલવીયાનગર પોલીસ સ્ટેશનમા આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ગેરરીતિઓ આચરવા બદલ ગુનો દાખલ કરાવ્યો હતો. આ ગુનો દાખલ કરાવ્યા બાદ ગ્રાહક ભડારના સચાલક અસલમ મોસાભાઈ ડેરૈયા વિરુધ્ધ પ્રિવેન્શ ઓફ બ્લેક માકટીગ હેઠળ ધરપકડન વોરટ ન કાઢવા રૂ.૭ લાખની લાંચની માગણી કરી હતી. આ લાંચની માગણીના હપ્તા સ્વરૂપે છટકાના દિવસે ફરીયાદીએ રૂપીયા બે લાખ આપવાના હતા. આ હપ્તો દેવા માટે પુરવઠા અધિકારી દીનેશકુમાર બરંડા એ પોતાના એજન્ટ તરીકે હસમુખ ભુદરભાઈ વ્યાસને પૈસા ચુકવી આપવા જણાવેલુ હતુ.
એજન્ટ હસમુખભાઈ બે લાખ રૂપીયા સ્વિકારતા એ.સી.બી.ની ટીમે હસમુખભાઈ અને મુખ્ય આરોપી દિનેશકુમાર બરંડા ને ઝડપી લીધા હતા. પુરાવાના આધારે હોય ત્યારે આરોપીઓને તકસીરવાન ઠરાવી દલીલોના અંતે ખાસ અદાલતના જજ બી.બી. જાદવે જિલ્લા પુરવઠા અધિકારી દિનેશકુમાર જીવાભાઈ બરંડા ને તથા એજન્ટ તરીકે કામ કરતા હસમુખભાઈ ઉર્ફે ભાણો ભુદરભાઈ વ્યાસને પાચ વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને રૂ.૨૫ હજારનો દડ ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસમા સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સજયભાઈ કે.વોરા રોકાયા હતા.