રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે.જેમાં રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશાન ટીલવાનાં ભાઇનું મૃત્યુ નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. મૃતક વાપી ખાતે મોટાબાપુના મકાનના વાસ્તુના શુભ પ્રસંગમાં હાજરી આપવા બસમાં જતાં હતા ત્યારે સાયલા પાસે લઘુશંકા કરવા જતાં રોંગ સાઇડમાં આવતી ઇકોએ ઠોકરે લીધા હતા.
માહિતી મુજબ, રાજકોટ ભાજપ યુવા મોરચાના પ્રમુખના ભાઈ હિતેન જયસુખભાઈ ટીલવા(રહે.મવડી વિસ્તાર)વાપી ખાનગી બસમાં જતા હતા ત્યારે ચોટીલાના સાયલા પાસે બસને ઉભી રાખવામાં આવી હતી.અને હિતેનભાઈ રસ્તો ઓળંગી સામેની બાજુ લઘુ શંકા કરવા જતા હતા.ત્યારે રોંગ સાઈડમાં આવતી ઇકો ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ડિવાઈડર કૂદી હિતેનભાઈને હડફેટે લીધા હતા.
હિતેનભાઈને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.જ્યારે અકસ્માત સર્જી ઈકો કારનો ચાલક કાર રેઢી મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.વધુ મળતી માહિતી મુજબ તેમના મોટાભાઈ હિતેનભાઈ વાપીમાં મોટાબાપુના મકાનના વાસ્તુ પ્રસંગે ખાનગી બસમાં હાજરી આપવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.હિતેનભાઈ બે ભાઈમાં મોટા હતા.હાલ તેમના મોતથી પરિવાર કલ્પાંત છવાયો છે.