ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં આવેલ એપાર્ટમેન્ટમાં ફલેટને નિશાન બનાવી તસ્કરો રૂ.૪૪ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી જતા પોલીસે ગુનો છે.
મળતી વિગત મુજબ સુખસાગર સોસાયટી શેરી નં. ૬ માં આવેલ અમૃતવિલા એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૪૦૨, ૪૦૩ માં રહેતા ગૌરવભાઇ પ્રકાશભાઇ સોઢા (ઉ.વ.૩૭) એ બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,પોતે નોકરીએ ગયા હતા અને પત્ની પણ ફલેટના દરવાજાને તાળુ મારી નોકરીએ ગયા હતા બાદ સાંજે બંને પરત ઘરે આવતા ફલેટના દરવાજાનું તાળુ તુટેલુ જોતા પોતે અંદર જતા સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. બાદ રૂમમાં કબાટ ખુલ્લો જોતા તેમાં તપાસ કરતા રૂ. ૪૪ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ પોતે બનાવની પોલીસમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી કરી છે.