કપડા માંગી રૂમાંમાં ચેન્જ કરવાના બહાને ઘરમાંથી દાગીના સેરવી લેતા પોલીસે ગુનો નોંધ્યો
શહેરમાં આર્યનગરમાં રહેતી કોલેજીયન યુવતી સહેલીના ઘરે કપડા માંગવાના બહાને રૂમ માં જઇ કપડાં ચેન્જ કરવાના બહાને ઘરમાંથી દાગીના તફડાવી લેતી હતી.આ અંગે કુવાડવા રોડ પર રહેતા વેપારી દ્રારા તેમના ઘરમાંથી આ યુવતીએ ૧.૨૦ લાખના દાગીના ચોરી કરી લીધાની ફરિયાદ નોંધાવી છે.
વિગતો મુજબ કુવાડવા રોડ પર કસ્તુરી રેસીડેન્સી શેરી નંબર ૨ માં રહેતા અને કુવાડવા રોડ ગુરૂદેવ પાર્ક શેરી નંબર બે ખાતે ચાંદીકામનો વ્યવસાય કરનાર રાજેશભાઈ ગોવર્ધનભાઇ અજુડીયા દ્રારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે આર્યનગર શેરી નંબર ૬ માં રહેતી પ્રિયંકા જગદીશભાઈ પાનસુરીયાનું નામ આપતા જણાવ્યું હતું કે,ગત તા. ૨૬-૧૨ ના તેઓ કામ પર હતા ત્યારે તેમના પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણા ઘરમાં કબાટમાં જે સોનાના દાગીના રાખ્યા હતા તે દેખાતા નથી જેથી તમે ઘરે આવો બાદમાં વેપારીએ ઘરે આવી જોતા દાગીના જોવા મળ્યા ન હતા.દરમિયાન વેપારીને જાણવા મળ્યું હતું કે, પ્રિયંકા નામની યુવતી પરિચિતોના ઘરે જઈ કપડાં પહેરવા માટે માંગી કપડાં ચેન્જ કરવાના બહાને પોતે રૂમમાં એકલી જઈ દાગીનાની ચોરી કરી લે છે અને આ પ્રકારે તેણે તેના કોઈ સગાના ઘરેથી ચોરી કરી હતી જે દાગીના પરત કરી દીધા હતા આ બાબતે વેપારીએ ઘરે ચર્ચા કરતા દીકરી ધ્રુવીએ કહ્યું હતું કે, તે પ્રિયંકાને ઓળખે છે અને પ્રિયંકા અહીં મારી પાસે કપડાં લેવા માટે આવી હતી.મે તેને મારા કપડાં દેખાડતા કપડા તેને ચેન્જ કરવા છે તેમ કહી મને રૂમમાંથી બહાર જવાનું કહ્યું હતું.અને ત્યારે તેને દાગીના ચોરી લીધા હતા.જેથી આ મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.